મુખ્ય સામગ્રી પર જાઓ

આ કુડો કળીયુગ આવ્યો, લાખો ફીતુરો લાવ્યો

આ કુડો કળીયુગ આવ્યો, લાખો ફીતુરો લાવ્યો;
મારા બંધું, ચેતી વિચારી ચાલજો.|| ટેક ||
વર્ણાશ્રમના બંધ છુટ્યા, કુળના અભિમાનો ત્રુટ્યા મારાબંધુ(૧)
ભૂ, દેવો તમને ભાળી, ત્રણ વર્ણ નમે અંગવાળી.મારાબંધુ ૧
બ્રાહ્મણ થઇ સાચુ ભાખો, વર્ણાશ્રમ પકડી રાખો.મારાબંધુ ૨
માથાં પડતાં ધડ લાગતાં અદભુત રીતે આખડતાં.મારાબંધુ ૪
થાનકસર સતીઓ થાતી, પતિ પાછળ તે પૂજાતી.મારાબંધુ ૫
રૂડી એ કુળની રીતી, રાખો ક્ષત્રીવટ જીતી.મારાબંધુ ૬
વૈશ્યો પર વીરલા કેવા, જગડુ, ભામાશા, જેવા.મારાબંધુ ૭
કુળ ધર્મ તણા અભિમાની, દ્રઢ ટેક દયાળુ દાની.મારાબંધુ ૮
સેવામાં સુદ્રો રહેતા, દુ;ખ વખતે માથાં દેતા.મારાબંધુ ૯
વર્ણાશ્રમ ધર્મો પાળો, ટીખળ સઘળાંને ટાળો.મારાબંધુ ૧૦
વર્ણાતર લગ્ને વરતા, કુળદ્રોહી, વેદ કચરતા.મારાબંધુ ૧૧
તેનિ જ પ્રજા જે થાશે વ્રણસંકર તે કહેવાશે.મારાબંધુ ૧૨
કુળના દેવો તજી દેશે, પૂર્વજ નહિ પાણી પીશે.મારાબંધુ ૧૩
શુદ્ધ ગંગોદક છે સારૂં, પણ ભળતાં સિંધુ ખારૂં.મારાબંધુ ૧૪
ભળે રજકણ બહુ ભાતીનાં, જુજવી જુજવી જાતીનાં.મારાબંધુ ૧૫
ધોબિનો કુત્તો થાશે, આખર તે ખત્તા ખાશે.મારાબંધુ ૧૬
વર્ણાશ્રમ ત્યાગી વરવું, એથી તો રૂડું મરવું.મારાબંધુ ૧૭
શાસ્ત્રોના શબ્દો સાચા, કૃતીમ, કુડીઆના કાચા.મારાબંધુ ૧૮
લાલચ મર આપે લાખો, રીતી કુળની સહુ રાખો.મારાબંધુ ૧૯
કવિ માવ કથન સુખદાની, માનો તો મહેરબાની.મારાબંધુ ૨૦
 
રચયિતા :
માવદાનજી રત્નું
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026