મુખ્ય સામગ્રી પર જાઓ

આ વિશ્વની રચના કરી ઉત્પતિ ને સ્થિતિ પ્રલયમાં

આ વિશ્વની રચના કરી ઉત્પતિ ને સ્થિતિ પ્રલયમાં
          વ્યાપક છતાં નિર્લેપ નિર્ગુણ પરમ પુરુષ પુરાણ છું
જ્યોતી રહે છલકી સભર જ્યાં બ્રહ્મ-પારાવારનો
         તેમા સદા પરબ્રહ્મરૂપે દિવ્ય મુર્તિમાન છું
બ્રહ્માંડ કોટિ, મુક્ત કોટિ, જીવ ઇશ્વર કોટિમાં
         સર્વોપરી હું મોક્ષદા ભગવાનનો ભગવાન છું
પ્રેરક નિયંતા સર્વનો અખિલાત્મક ઇશ સ્વતંત્ર હું
         પણ ભક્ત પ્રેમી હૃદયનો હું સખ્ત બંદીવાન છું
 
 
રચયિતા :
ત્રિભુવન વ્યાસ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026