મુખ્ય સામગ્રી પર જાઓ

આ દુનિયા છે સ્વારથ કેરી

આ દુનિયા છે સ્વારથ કેરી, શું માયામાં ભમે થઇ લેરી...॥ટેક॥
          જીવવું જાજું છે મનમાં પણ, આ તન થાશે ખાખની ઢેરી-આ૦
કામ ન આવે સંપતિ દોલત સુતપિતુ ભ્રાત ને આપની મેરી-આ૦
         ઇશ્વર ભજવા સંત જે જ્ઞાની, વારંવાર કહે છે ટેરી-આ૦
માટે ચેતરે મુરખ મનવા, સમજીને સહુ વિખસમ ઝેરી-આ૦
         ત્રિભુવન શું ગુલતાન ફરે છે, માથે કાળ કરાળ છે વેરી-આ૦
 
રચયિતા :
ત્રિભુવન વ્યાસ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026