જીય કો કોન હિતકારી હરિ બીન, જીય કો કોન હિતકારી રે...ટેક.
કૂડી માયા કામ ન આવે, દેખો દિલમેં વિચારી રે;
મોહ બઢાવે બોત ભમાવે, આપે દુ:ખ અપારી રે...જીય૦ ૧
ગોપીચંદ સબ તજી દીનો, રાજ સાજ સુખ ભારી રે;
અતિ દુ:ખદાની અસત્ય જાની, ભજીએ ભવ ભયહારી રે...જીય૦ ૨
ભરથરીએ ભગવંત ભજન હિત, તજી સોળસેં નારી રે;
બાજંદે બાદશાહી બહાઈ, પ્રભુપદ પ્રીત વધારી રે...જીય૦ ૩
એસો બિચાર અચલ ઉર આની, જગ જંજાળ વિસારી રે;
દયાનંદ કો નાથ ભજે તો, દેવે પદ અવિકારી રે...જીય૦ ૪
