મુખ્ય સામગ્રી પર જાઓ

આ અક્ષરના મુક્તનાં, નિર્મળ છે ષટ્નામ

આ અક્ષરના મુક્તનાં, નિર્મળ છે ષટ્નામ;
          કરશે પાઠ પ્રભાતમાં, ટળશે દુઃખ તમામ. (૧)


મુક્તાનંદ મુનીંદ્રને નિત્ય નમું, જે મુક્ત સર્વોપરિ,
         જેણે કાવ્ય રસે કરી ઉર ધરી, હેતે રીઝાવ્યા હરિ;
વર્ણી વર્ય મુકુન્દજી તણી સદા, સેવા હરિને ગમે,
         એવા અક્ષર મુક્ત મુજ ઉપરે , રાજી રહો સૌ સમે.(૨)


વંદુ વ્યાપક આખ્યજી સદ‌્ગુરુ, ગોપાળ આનંદજી,
         જેણે સ્નેહ ધરી સદા વશ કર્યા , શ્રી ધર્મના નંદજી;
જેના યોગ પ્રભાવથી નૃપવડા, નિર્માની થઇને નમે,
         એવા અક્ષર મુક્ત મુજ ઉપરે , રાજી રહો સૌ સમે.(૩)


કૃષ્ગ્ણાનંદ મુનિજી સુવ્રતમુનિ , સદગુણના જે નિધિ,
         જ્ઞાની ધ્યાની તપસ્વી ને દૂર કરી, છે વાસનાઓ બધી;
તોયે શ્રીહરિને પ્રસન્ન કરવા, દેહેંદ્રિયોને દમે,
         એવા અક્ષર મુક્ત મુજ ઉપરે , રાજી રહો સૌ સમે.(૪)


(ભુજંગી) 
મુનિ મુક્ત વર્ણી મુકુન્દા અનૂપ,
         વળી વ્યાપકાનંદજીને સ્વરૂપ;
ગુણાતીતને શ્રેષ્ઠ ગોપાળસ્વામી,
         નમું મુક્ત એ સર્વને શિશ નામી.

રચયિતા :
શ્રી વિહારીલાલજી મહારાજ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026