મુખ્ય સામગ્રી પર જાઓ

સંત પરમ સુખકારી જગતમાંહિ

સંત પરમ સુખકારી જગતમાંહિ...સંત૦ ટેક.
રસના ઇંદ્રિ જીત વશ કીની, માન મત્સર મદ ટારી...જગત૦ ૧
ભાગવત ધર્મમે સબવિધ વર્તત, પ્રગટ પ્રતાપ વિચારી;
શરણાગત જે જન આવત, તીનકે ત્રયતાપ નિવારી...જગત૦ ૨
સત અસતકો વિવેક નિરંતર, ભોમિ ફીરત વ્રતધારી;
ધર્માનંદ કે’ પ્રગટ પ્રભુકી, ભક્તિ કરત પ્રેમ પ્યારી...જગત૦ ૩

 

રચયિતા :
ધર્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026