મુખ્ય સામગ્રી પર જાઓ

આ જાદવ કુળના અધિપતિ બોલે માધવ હો બાઈ જાદવ

આ જાદવ કુળના અધિપતિ બોલે માધવ હો બાઈ જાદવ.
                          એને સેવે મોટા મુનિ મહામતી-બોલે...૧
એમાં અકલ તો કાંઈ ઝાઝી નથી-બોલે. શું સમજી વરી કમલા પતિ-બોલે...૨
આ જગમાં એવું કોઈ ના કરે,-બોલે. આવું નીંદિત દેહ તે ના ધરે.-બોલે....૩
આ તો માછલા કાચબા થઈ રમ્યા-બાલે .ે આ તો ભંડુ તનુ ધરી વન ભમ્યા-બાલે ...૪
એણે સાવજનો દેહ ધારિયો-બોલે. એણે હરણાકંસને મારિયો-બોલે...૫
એ તો કપટ રૂપ ધરી વામન-બોલે. કીધું બલી રાજાનું પાવન-બોલે....૬
એણે ફરસી લઈ પૃથ્વી ફરી-બોલે. કીધી એકવીશ વાર નક્ષત્રી-બોલે...૭
થઈ રામ જગત જસ થાપિયા-બોલે. સુર્પનખાના નાક કાન કાપિયા-બોલે....૮
હવે જાદવ કુળે જનમિયા-બોલે. મેલી મા બાપને ગોકુળ ગિયા-બોલે....૯
એ તો ત્યાં જઈને અઢળક ઢળ્યા-બોલે. પહેલા માસી પૂતનાને મળ્યા-બોલે....૧૦
વળતી કે’તાં થાકાં મન વાણી રે-બોલે. એમની કીર્તિ વ્યાસે વખાણી રે-બોલે...૧૧
એ તો સર્વે ગુણના ભરિયા રે-બોલે. પ્રેમાનંદે અંતરમાં ધરિયા રે-બોલે...૧૨ 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026