મુખ્ય સામગ્રી પર જાઓ

આ યોગી કોઈ અદ્‌ભુત આવ્યા, જોતાં તે હૈયું હીસે રે

આ યોગી કોઈ અદ્‌ભુત આવ્યા, જોતાં તે હૈયું હીસે રે; શાંત મૂરતિ અતિ સુખકારી, દુર્લભ દર્શન દીસે રે-આ૦ ૧ યોગકળામાં જણાય છે પૂરા, ધ્યાનમાં ચિત્ત ચડાવ્યું રે; નેત્ર મટકું મારે નહીં એકે, અંતર સુખ અતિ આવ્યું રે-આ૦ ૨ તપસ્વી તીખા અધિક અનુપમ, કરશ દીશે સર્વે અંગ રે; મનમાં મગન તન તેજ અપારી, ચડયા જાણી ચોગણો રંગ રે-આ૦ ૩ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ માંહિ, તુરિયામાં લક્ષ લાગ્યો રે; દયાનંદના નાથને સહેજે, બીજાને મળે ન માગ્યો રે-આ૦ ૪.

 

 

રચયિતા :
દયાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026