મુખ્ય સામગ્રી પર જાઓ

આ સુખ તારું, અહો ! અહો ! વર્ણવ્યું ન જાય

આ સુખ તારું, અહો ! અહો ! વર્ણવ્યું ન જાય,
         આનંદ તારો પિયુ મારા, હૈયે ના સમાય(૨)...ટેક.
અણુયે તુજથી છેટું ના રહ્યું, મળતાં તારું જ્ઞાન,
આત્મા કેરો આત્મા તું તો, પ્રગટ મારો ભગવાન; 
મહા મનોહર મૂર્તિ તારી, આહા...આહા..
               ભૂલી ના ભુલાય(૨)...આ સુખ૦ ૧
તુજમાં હું ને મુજમાં તું, એક મેક થયા મસ્તાન,
આનંદ તારો પામી પિયા, ભૂલી હું તન ભાન;
         પામી તારું હેત હેતાળા, આહા...આહા..
               ગાંડા થઈ જવાય(૨)...આ સુખ૦ ૨
સર્વેનું કારણ સર્વોપરી છો, સ્વામી સહજાનંદ,
પિયુડા મારા અંતરમાં તમે, આપો સદા આનંદ;
         જ્ઞાનજીવનને જીવન મારા, આહા...આહા...
               જીવે ગયા જડાય(૨)...આ સુખ૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026