મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અમારે ગામ વાલો ભલે આવ્યા રે

આજ અમારે ગામ વાલો ભલે આવ્યા રે,
         ભલે આવ્યા રે મારે હૈડે ભાવ્યા રે...આજ૦ ટેક.
વિનંતી સુણી આવ્યા અમારે માટે,
અમારે ગામ આવ્યા વાલમજી વાટે;
         અતિશે સંતો ભક્તો સાથે લાવ્યા રે...આજ૦ ૧
આનંદ થયો છે મને અંગો રે અંગ,
નાચીશ કુદીશ હું તો શ્રીજીને સંગ;
         હૈયાના હાર મારે ગામ આવ્યા રે...આજ૦ ૨
ચાલો ચાલોને જઈએ શ્રીજીની સામે,
પ્રાણનાથ આવ્યા છે આપણા ગામે;
         પ્રગટયા છે પુણ્ય અતિ અતિ ફાવ્યા રે...આજ૦ ૩
ચાલો ચાલોને સહુ સખિયો ચાલો,
એ આવ્યા જુઓ આવ્યા આપણો વાલો;
          જ્ઞાનજીવન કહે આજ ભાગ્ય જાગ્યા રે...આજ૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
વધામણ
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026