મુખ્ય સામગ્રી પર જાઓ

આ બ્રહ્માંડે તીર્થ મહાન, છે ગઢડુ વાલું હરિને

આ બ્રહ્માંડે તીર્થ મહાન, છે ગઢડુ વાલું હરિને;
         અતિ કર્યા છે ઉત્સવો મહાન, કે ગઢડામાં કાયમ ઠરીને..ટેક...
સર્વોપરી શ્રીજીને પૃથ્વીના ગોળામાં,
કાયમ રહેવાનું ગમ્યું દિવ્ય આ ગઢડામાં;
         કર્યાં ગઢડામાં કાર્યો મહાન...છે ગઢડુ૦ ૧
ગ્રંથો લખાવ્યા ઘણા વાલાએ ગઢડામાં,
લીલા ચરિત્રો કર્યાં અતિ અતિ ગઢડામાં;
         કર્યાં સાધુઓ અતિ મહાન...છે ગઢડુ૦ ૨
જ્ઞાનજીવન ઘર માની રહ્યા સદા ગઢડામાં,
તિરોધાન લીલા કરી પ્રાણ પ્યારે ગઢડામાં;
          કર્યો ભૂનો આ ભાગ મહાન...છે ગઢડુ૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026