મુખ્ય સામગ્રી પર જાઓ

આ બંધન, આ બંધન, આ વજ્ર જેવું બંધન

આ બંધન, આ બંધન, આ વજ્ર જેવું બંધન;
     છોડાવો ધર્મનંદન...આ બંધન૦ ટેક
પંચવિષયની આસક્તિ એ જ, બૂરું છે બંધન;
     શ્રીજી તમારે ચરણે આવ્યો, કરું છું હું વંદન...આ બંધન૦ ૧
તોડવાં ભારે કઠણ છે આ, માયાનાં ત્રણ તન;
     પંચવિષયનું દેહાભિમાને, રહ્યા કરે ચિંતવન...આ બંધન૦ ૨
વહેલા આવો મને છોડાવો, પોકારે જ્ઞાનજીવન;
     પળ એક તમને હું ના ભૂલું, એવું કરો જીવન...આ બંધન૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
પ્રાર્થના
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026