મુખ્ય સામગ્રી પર જાઓ

આ જ્ઞાનનો કરો ઉપયોગ

આ જ્ઞાનનો કરો ઉપયોગ, પિયાજી તારે પાયે પડું છું;
         જોઈએ સતત તારો યોગ, વાલાજી એને માટે રડું છું...ટેક.
રહું સદા હરિ હું તો સુખરૂપ, આપોને વાલા મને તમારું સ્વરૂપ;
         બીજું નથી જો’તું મારે કાંઈ, સદાયે તને હૈયે જડું છું...આ૦ ૧
મારી સામે તમે જુઓ મારા શ્યામ,એવું કરોને પિયા આવું તારે કામ;
         કરતો નથી સેવા સતત, હજુ તો ઘણો તમને નડું છું...આ૦ ૨
મને બુડાડો હરિ તવ સુખમાંય, રહો ‘જ્ઞાન’ને સદા તમારી સહાય;
          ટાળો માયિક ઇચ્છા તમામ, માયાનાં સુખ સાથે લડું છું...આ૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
પ્રાર્થના, દાસભાવ
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026