મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અમારાં ભાગ્ય અતીશે, મળિયા અંતરયામી રે

આજ અમારાં ભાગ્ય અતીશે, મળિયા અંતરયામી રે;
         પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, સહજાનંદ સ્વામી રે...આજ૦ ૧
આનંદ અમને આપ્યો અતિશે, વ્હાલમે આ વાર રે;
         પ્રેમે કરીને પિયુડે અમને, પાયો પોતાનો પ્યાર રે...આજ૦
સ્ને૨ હે કરીને સાચવ્યા અમને, આપીને હેત અપાર રે;
         સહજાનંદજી સ્નેહની મૂર્તિ, સાચા શ્રીજી ભરતાર રે...આજ૦ ૩
સત્સંગ આપ્યો સ્નેહે અમોને, આપ્યો પરમાનંદ રે; 
         અક્ષરધામના ધામી પ્રભુજી, રીજ્યા શ્રી સહજાનંદ રે...આજ૦ ૪ 
પોતાના સુખમાં રાખ્યા અમોને, સર્વે તાપ નિવારી રે;
         જ્ઞાનજીવન કહે ચિંતવું સ્નેહે, શ્રીજીની મૂર્તિ પ્યારી રે...આજ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
પ્રકિર્ણ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026