મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આચાર્ય પધાર્યા રે, હાં સહુ જન હરખે છે

આજ આચાર્ય પધાર્યા રે, હાં સહુ જન હરખે છે...ટેક.
વડતાલ દેશનાં, પીઠાધિપતિ,
         ધર્મધુરંધર પધાર્યા છે...હાં સહુ જન૦ ૧
 માથે લાલ પાઘડી, પગમાં છે મોજડી,
         છડીદાર છડી પોકારે છે...હાં સહુ જન૦ ૨ 
વિધ વિધ વાજાં, વાગે છે ઝાઝાં,
         રાજાધિરાજ પધાર્યા છે...હાં સહુ જન૦ ૩
ભક્તોને સંતો, મોટા મહંતો,
         આચાર્ય સંગે પધાર્યા છે...હાં સહુજન૦ ૪
ઊંચી અટારીએ, મેડીની બારીએ,
         ચડીને નારીએ વધાવ્યા છે...હાં સહુ જન૦ ૫
કહે જ્ઞાનજીવન, કરોને દર્શન, 
          પ્રભુના પુત્ર પધાર્યા છે...હાં સહુ જન૦ ૬

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
પ્રકિર્ણ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026