મુખ્ય સામગ્રી પર જાઓ

આ ચંદનના વાઘા, લાગે છે બહુ પ્યારા

આ ચંદનના વાઘા, લાગે છે બહુ પ્યારા;
          ભક્તોને માટે તમે ધારણ કર્યા છે...આ૦ ટેક...
અમને આનંદ દેવા તમે ખમી ખાવ છો,
          કેટલાક ગાઉં હરિ ગુણ હું તમારા...આ૦ ૧
અમારે માટે તમે અહીં હરિ આવ્યા;
          દર્શન દઈ ટાળ્યા સંતાપ અમારા...આ૦ ૨
આપનું ગમતું ન ગમતું નથી જોતા;
          અમારું ગમતું કરતા રહ્યા એકધારા...આ૦ ૩
જ્ઞાનજીવન કહે ઝાઝું શું હું કહું;
          અમે તમારા હરિ, તમે છો અમારા...આ૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ચંદનના વાઘા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ વૈશાખ સુદ-૧૩, શનિવાર તા.૨૮/૦૪/૨૦૧૮,
સવારે ૧૦ વાગે, ધોલેરાથી વડતાલ જતાં ગાડીમાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026