મુખ્ય સામગ્રી પર જાઓ

આ સેવા સુખકારી, ચંદનની પ્યારી પ્યારી

આ સેવા સુખકારી, ચંદનની પ્યારી પ્યારી;
          તમે ઝાલી મારા હાથ, આવી સેવા આપી નાથ...ટેક.
આવા ચંદનના શણગારે, જોઉં મૂર્તિ અતિ પ્યારે;
         ઉતારું દિલમાં મારે, સંભારું વારે વારે...આ સેવા૦ ૧
હરિ તારી મૂર્તિ ઉપર, કરું ચંદન લેપ સુંદર;
         એની ઉપર વાઘા સજું, એમ વાલા તમને ભજું...આ૦ ૨
ચંદનનો લેપ લગાવી, દઉં વાઘા રૂડા બનાવી;
         કરે દર્શન સહુ જન આવી, તે તો જાય અતિશે ફાવી...આ૦ ૩
આ ચંદનનો શણગાર, ઉતારે છે ભવપાર;
         ‘જ્ઞાન’ દર્શન જે કરનાર, તેનો થાશે બેડો પાર...આ૦ ૪

ભાવ :
ચંદનના વાઘા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ વૈશાખ વદ-૨, બુધવાર તા.૦૨/૦૫/૨૦૧૮, વડોદરા, સવારે પૂજામા

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026