મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અમે ગ્યાતા ઘેલી ગંગાજીને તીરે

આજ અમે ગ્યાતા ઘેલી ગંગાજીને તીરે, 
           મળ્યા અલબેલો એકીલા હો સખી;
જયા કહે છે લાલ બેઠા લલિતા રે,
           સારી તટે જોઈ શિલા હો સખી-આજ૦૧
પુરુષોત્તમ ઘાટે અમે પ્રભુજી સંગાથે,
           નાયા નિર્મળ નીરે હો સખી;
જળમાં જીવને અમને રાસ રમાડયા રે,
           ગાય ગોવિંદ ધીરેધીરે હો સખી-આજ૦ ૨
શ્યામ સંગાથે અમે રમતા હો સજની રે,
           તાળી લીધી લાલ સામી હો સખી;
અલબેલો અમ પર અઢળક ઢળિયા રે,
           રમતા રંગડો રહ્યો જામી હો સખી-આજ૦ ૩
રાસ રમતા અમને રઢ એની લાગી રે,
           ઘડી ન વિસરે ઘટમાંય હો સખી;
દાસ હરિ કે વસ્યા છેલ છોગાળો રે,
           નાથ નેણાંમાં સદાય હો સખી-આજ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
પ્રેમ ભક્તિ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026