મુખ્ય સામગ્રી પર જાઓ

આ સહજાનંદ સ્વામી, સર્વોપરી હરિ

આ સહજાનંદ સ્વામી, સર્વોપરી હરિ;
         આ અક્ષરધામના ધામી, માનો વાત ખરી...ટેક. નૈણા કેરા તારા શ્રીજી, સૌના સરદાર છે; જે જે પૂર્વે થયા તે તો, એના અવતાર છે;
         આ સર્વના છે કારણ, સર્વોપરી હરિ;
         આ મૂળમાયાના મારણ, માનો વાત ખરી...આ૦ ૧ આવ્યો નથી આવીશ ક્યાંથી, એવું બોલનાર છે; આવ્યા પહેલી વારે એવા, શ્રીજી સર્વાધાર છે;
         આ સર્વના નિયંતા, સર્વોપરી હરિ;
         આ મોટા સુખના દાતા, માનો વાત ખરી...આ૦ ૨ સંતોના છે સ્વામી શ્રીજી, ભક્તોના ભરથાર છે; જે જે થયું થાશે એના, પોતે કરનાર છે;
         આ મૂર્તિ રાખો ઉર, સર્વોપરી હરિ;
         તો દુ:ખડાં જાશે દૂર, માનો વાત ખરી...આ૦ ૩ સર્વોપરી જાણે એ તો, મહાભાગ્યવાન છે; એવા સંતો ભક્તો ઉપર, શ્રીહરિને માન છે;
         આ જ્ઞાનજીવનના નાથ, સર્વોપરી હરિ;
         સદા રહે છે મારી સાથ, માનો વાત ખરી...આ૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026