મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને

આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને;
વહાલા ચંચળ લાગે છે ચિત્ત, નંદનાલાલજી સાચું બોલોને...ટેક.
કેઇ સખીએ તમને ભોળવ્યા, સા૦ કે શું પૂરણ લાગી પ્રીત...નંદ૦ ૧
વારી ધરણીતે પગ ટકતો નથી, સા૦ વળી હૈડે તે હરખ ન માય...નંદ૦ ર
તમે કેઇ સખીને મહેલે જશો, સા૦ રંગભીના મોહનરાય...નંદ૦ ૩
વહાલા તમ પાસે દેખાય છે, સા૦ કાંઇ સેજલડીનો સાજ...નંદ૦ ૪
વહાલા અત્તરશીશીને અગરજા, સા૦ વીણ્યાં ફૂલડાં તે કેને કાજ...નંદ૦ પ
જુઓને કેફ જણાય છે નેત્રમાં, સા૦ વારી ચિત્તનો તે બીજો રંગ...નંદ૦ ૬
વારી વહાલા તે બ્રહ્માનંદના, સા૦ રહેશો રજની તે કે સંગ...નંદ૦ ૭

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026