મુખ્ય સામગ્રી પર જાઓ

આદિત્યસમ ઉદય થયા, સ્વામી સહજાનંદ

 આદિત્યસમ ઉદય થયા, સ્વામી સહજાનંદ,
          અજ્ઞાન તિમિર ટાળવા, લઇ મુનિનાં વૃંદ.... ૧
સત્સંગ ચારે ખુણામાં, કરાવ્યો કાઢી કુસંગ,
         સત્યુગ સમ ધર્મ સ્થાપીયો, કરી કલીનો ભંગ..... ર
જીવ જઇ જેની આગળે, જીત્યા જુલ્મી કામ,
         એ એંધાણીએ ઓળખો, ભૂમાનંદનો શ્યામ...... ૩
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026