મુખ્ય સામગ્રી પર જાઓ

આ જોને આહિરને આંગણિયે ઝુલે નંદ મહરનો લાલ

આ જોને આહિરને આંગણિયે, ઝુલે નંદ મહરનો લાલ;
          મનમોહન મુખ પંકજ એનું, જોને ઝળકે જીવનનું ભાલ.  ટેક...
 
મંદ મંદ હસે છે હોંસિલો, એને ગલીયા પડે બેઉ ગાલ;
         દાંત ઝીણા દિસે છે મોહનના, અનુપમ અધરબિંબ લાલ. || ૧ ||
 
શિવ શેષ શુક સરખા જોગી, જેનું ધરે નિરંતર ધ્યાન;
         ભૂમાનંદ કહે ભાગ્ય જો જસોદાના, જેના સ્તનનું કરે પયપાન. || ર ||
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026