પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળિયા રે ત્યારે -૧ નેણે મોહનવર નીરખ્યા જ્યારે, પૂરણકામ થયું મારું ત્યારે -૨ પ્રેમે કરી મંદિર પધરાવ્યા, શ્યામ સુંદરવર મનડે રે ભાવ્યા -૩ નીરખી નારાયણ મૂર્તિ જ્યારે, ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે -૪ કેસર ચંદન ચરચ્યું છે ભાલે, હસતાં સુંદર ખાડા પડે છે ગાલે -૫ કાનુમાં કુંડળ મકરાકાર શોભે, જેરામ કહે મન જોઈ જોઈ લોભે -૬
પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે
અજાણ (ગાયક )
પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે
મહેન્દ્ર કપુર
પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે
સમૂહગાન
આસ્વાદ : ભગવાન શ્રી સ્વામિનારાયણના અંતેવાસી સેવક જેરામ બ્રહ્મચારી રચિત પ્રસ્તુત પદમાં પરમાત્માના મિલનનો આનંદ-મહિમા પ્રબોધક રીતે પ્રગટ થયો છે. કવિ દેવોને પણ દુર્લભ એવી પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયનની ઉપલબ્ધિના આનંદને અંતરના અહોભાવથી મહિમાસભર શબ્દોમાં ગાય છે. આ બ્રહ્માંડના વૈરાજ પુરુષે હજારો વર્ષો સુધી ઉગ્ર તપ કરી પુરુષોત્તમનારાયણ પાસે આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનું વરદાન પ્રાપ્ત કર્યું ત્યારે આ લોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા. છતાં પણ કમભાગી જીવો એમને ઓળખી શક્યા નહોતા. જેના અનેક જન્મોના સુકૃત્યો એકી સાથે ફળ દેવા માટે સક્રિય થયાં હોય તેવા બડભાગી મનુષ્યો જ એમને ઓળખીને એમના શરણે ગયા. કવિ અનુભવના સત્યનો સમ્યક્પણે સ્વીકાર કરતા કહે છે: મારા અનેક જન્મોના સત્કર્મોના ફળસ્વરૂપે મને ભગવાન શ્રી સ્વામિનારયણ મળ્યા, ઓળખાયા અને અંતં:કરણપૂર્વક એમનો આશ્રય પ્રાપ્ત થયો. સાચું કહું ને તો એમનો યથાર્થ મહિમા સમજાયા પછી અંતરની આંખે જ્યારે મેં એમના અલૌકિક સ્વરૂપને નિરખ્યું ત્યાર જ હું પૂર્ણકામ થયો. મારા મનમંદિરમાં મેં સ્નેહપૂર્વક શ્રીહરિને પધરાવ્યા. પરમાત્મા તો રસો વૈ સ: છે. એમનું રસાત્મક સ્વરૂપ મારા મનડામાં વસી ગયું. જ્યારે મારા અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર થયો – સહજભાવે શ્રી સહજાનંદના દર્શન થયાં ત્યારે તત્કાળ મારા ત્રિવિધ તાપ – આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી ગયા. હવે કવિ પોતે નિરખેલી નયનરમ્ય મૂર્તિ કેવી છે તેનું માર્મિક વર્ણન કરતાં કહે છે : શ્રીહરિએ લલાટમાં કેસરચંદનની અર્ચા કરી છે. એ હસે છે ત્યારે એમના ગાલમાં સુંદર ખંજન પડે છે. વળી શ્રીજીના કાનમાં સુંદર મકરાકૃત કુંડળ શોભી રહ્યા છે. અહીં કવિ પોતાની કવિત્વ શક્તિનો કમાલ દેખાડે છે. કવિ એમ નથી કહેતા કે સુંદર મકરાકૃત કુંડળને કારણે શ્રીહરિ શોભી રહ્યા છે, પરંતુ એમનું એવું માનવું અને કહેવું છે કે મારા પ્રભુનું સ્વરૂપ એટલું બધું સુંદર છે કે એમની અલૌકિક શોભાને લીધે એમને કૃપા કરીને કાનમા ધારણ કરેલા કુંડળ પણ શોભી રહ્યાં છે. શ્રીજીમહારાજનું આવું અનુપમ સ્વરૂપસૌંદર્ય જોઈને કવિનું મન એ સૌંદર્યનું વધુ ને વધુ રસપાન કરવા માટે લલચાય છે – લોભાય છે. પ્રસ્તુત પદ સુગેય અને પ્રસાદમધુર છે.
વાસણા ગામના તરવાડી મેવાડા બ્રાહ્મણ જેરામ ભટ્ટે જ્યારે જાણ્યું કે સાંપ્રત સમયમાં શ્રીહરિ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને હાલમાં સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર વિચરી રહ્યા છેં ત્યારે તેઓ સહસા સોરઠ આવ્યા. ધોરાજીમાં તેમને શ્રીજીમહારાજના પ્રત્યક્ષ દર્શન થયા. પ્રથમ મિલનમાં જ ભાવુક હૃદયના ભૂદેવ પામી ગયા કે આ જ પરાત્પર પરમાત્મા છે. મહારાજે પણ ભટ્ટજીને નિર્વાસનિક મુમુક્ષુ જાણી પોતાની પાસે રાખ્યા. થોડા સમય બાદ જેરામ ભટ્ટના અતિ આગ્રહને વશ થઇને મહારાજે તેમને બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા આપી તેમનું નામ જયાનંદ ઉર્ફે જયરામાનંદ વર્ણી રાખ્યું, પરંતુ સત્સંગમાં તેઓ બહુધા જેરામ બ્રહ્મચારીના નામે જ ઓળખાય છે. જેરામ બ્રહ્મચારી મોટાભાગે મૂળજી બ્રહ્મચારીની જેમ શ્રીજીમહારાજની નિશ્રામાં તેમની સેવામાં રહેતા હતા. તેઓ બહુ શારીરિક સ્ફૂર્તિવાળા હોવાથી ઘણીવાર શ્રીહરિ સાથે બહારગામ જતા ત્યારે દિવસમાં ચાળીસ ગાઉ જેટલું અંતર પગપાળા ઝડપભેર કાપી નાખતા. ક્યારેક મહારાજ ચાલતા ચાલતા થાકી જતા ત્યારે બ્રહ્મચારી તેમને પોતાના ખભે બેસાડીને બીજે ગામ પહોંચાડતા. આ સિવાય તેઓ શ્રીજીમહારજના વસ્ત્રો ધોવાની સેવા નિયમિતપણે કરતા. આપણા ધર્મશાસ્ત્ર સત્સંગિજીવનમાં આ વાત સુપેરે નોંધાયેલી દ્રષ્ટિગોચર થાય છે. (સ.જી.તૃ.પ્ર.અ.ર) એકવાર શ્રીજીમહારાજ સરવૈ ગામે જીવણાંધાધલના દરબારમાં થાળ જમતા હતા ત્યારે મહારાજે સૌ પ્રથમ મૂળજી બ્રહ્મચારીના ઉમદા ગુણોની ભરપેટ પ્રશંસા કરી. પછી મહારાજ મૂળજી બ્રહ્મચારીની જેમ જ પોતાની સેવામાં તત્પર રહેતા જેરામ બ્રહ્મચારીના વખાણ કરતાં બોલ્યા: ‘આ જેરામ બ્રહ્મચારી પણ મૂળજી બ્રહ્મચારીની જેમ અતિ શુદ્ધ છે.’ શ્રીજીમહારાજ હંમેશાં સંતોને જુદા જુદા પ્રદેશોમાં સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે ફરવા મોકલતા હતા. એકવાર મહારાજે જેરામ બ્રહ્મચારીને પંચમહાલ જિલ્લાના અંતરયાળ ગામોમાં જઈ સત્સંગ કરાવવાની આજ્ઞા કરી. બ્રહ્મચારી તો પંચમહાલનાં ગામે ગામ ફરી વળ્યા. એમની ભ્રમણયાત્રાના અંતે જ્યારે તેઓ સુથરામપુરમાં સત્સંગ કરાવીને ગઢપુર પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં એક જંગલ આવ્યું. જંગલમાં ખાખરાના વૃક્ષો ઉપર સુંદર કેસુડા ખીલ્યં હતાં. તેવામાં એક પલાસનું વૃક્ષ બ્રહ્મચારીને જોઈને વગર વાયુએ ડોલવા લાગ્યું. આ જોઈને બ્રહ્મચારીને વિચાર આવ્યો: આ વૃક્ષના કેસૂડામાંથી રંગ તૈયાર કરીને શ્રીહરિને આપી આ વૃક્ષનો મોક્ષ કરાવીએ. એમ વિચારી બ્રહ્મચારીએ તે ખાખરાના વૃક્ષના થડ ઉપર મંત્ર બોલીને જળ રેડ્યું, એટલામાં તો તે ઝાડ કંપવા લાગ્યું અને જોતજોતામાં બધા જ કેસૂડા જમીન ઉપર ખરી પડ્યા. તે કેસૂડાના ફૂલ લઈને બ્રહ્મચારી ગઢપુર આવ્યા. કેસૂડામાંથી કસુંબલ રંગ તૈયાર કરી બ્રહ્મચારીએ મહારાજને આપ્યો. મહારાજે અત્યંત પ્રસન્ન થઈને તે રંગ પોતાના રેંટામાં છાંટ્યો અને બાકીનો પ્રસાદીનો તે રંગ સંતો ને હરિભક્તોને ઉડાડ્યો. ચારેકોર રંગ અને સુગંધસભર ઉત્સવમય વાતાવરણ છવાઈ ગયું. મહારાજે પછી એક મહત્ત્વની વાત કરતાં સૌને કહ્યું: ‘આ પલાસના વૃક્ષની પૂર્વ કથા કંઈક એવી હતી કે પૂર્વે તે એક તપસ્વી હતો, પરંતુ પોતાના ઉગ્ર તપના અહંકારમાં તેનાથી એક ઋષિનો અપરાધ થઈ ગયો. એ બ્રહ્મનિષ્ઠ ઋષિના શાપને કારણે તે તપસ્વી આ ખાખરાના વૃક્ષ તરીકે જન્મ્યો હતો. આ ખાખરાનો મોક્ષ કરીને જેરામ બ્રહ્મચારીએ અતિ ઉત્તમ કાર્ય કર્યું છે.’ શ્રીજીમહારાજના અનન્ય સેવક હોવા ઉપરાંત જેરામ બ્રહ્મચારી એક સિદ્ધહસ્ત કવિ હતા. તેમના અસંખ્ય પદો સંપ્રદાયમાં ઘરેઘરે ગવાય છે. એમના પદોમાં શ્રીજીમહારાજનો આત્યંતિક મહિમા પ્રગલ્ભપણે અભિવ્યક્ત થયેલો અનુભવાય છે. જેરામ બ્રહ્મચારીની બીજી એક વિશિષ્ટતા એ હતી કે તેઓ રસોઈકળામાં અત્યંત નિપુણ હતા. શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી ગઢપુરમાં દિવસો સુધી સંતો-હરિભક્તો માટે રસોઈનું આયોજન ચાલ્યું ત્યારે જેરામ બ્રહ્મચારીએ ખુબ લાડુ ખાંડેલા, પરિણામે તેમનું સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થા અને ભારે પરિશ્રમને કારણે કથળી ગયું. બ્રહ્મચારીએ શ્રીહરિને ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરી: ‘પ્રભુ, હવે આ દેહથી વધુ સેવા થઈ શકે તેમ નથી માટે મહારાજ હવે અક્ષરધામમાં આપની હજૂરમાં મને કૃપા કરીને રાખો.’ મહારાજે બ્રહ્મચારીની પ્રાર્થના તત્કાળ સાંભળી. સં. ૧૮૮૭માં બ્રહ્મચારી મહારાજ ગઢપુરમાં સ્વધામ સિધાવ્યા.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી