મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ

આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ટેક
          જેને મોટા મુનિવર ગોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૧
જેનું અક્ષર બ્રહ્મ એવું ધામ છે, સ્વામી સહજાનંદજી જેનું નામ છે, 
         તેજ ભક્તિ ધર્મના પુત્ર પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૨
રામ કૃષ્ણાદિ રૂપ જેણે ધાર્યા, બહુ દુનિયાના દુષ્ટો સંહાર્યા, 
         કામ ક્રોધાદિ દોષો નિવાર્યા, પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૩
ધર્મ ભકિતનાં રૂપ જેણે સ્થાપ્યાં, મોહ માયાના મુળીયા કાપ્યાં, 
         પ્રેમી ભક્તોને સુખ બહુ આપ્યાં પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૪
બહુ પ્રગટ પરચા બતાવ્યા, કઇક ધામમાં જઇને પાછા આવ્યાં
         ત્યાંની ચીજો અલૌકિક લાવ્યા, પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૫
જેને વેદો વદે છે નેતિનેતિ કહી શકે નહીં મહીમાં અથેતી,
         થાકે શારદા જશ જેનો કેતી, પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૬
નિજ ભક્તોને તેડવાને આવે, બેસી વિમાને ધામમાં સીધાવે, 
         એવો બીજો દયાળુ કોણ કાવે, પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૭
કીધો પ્રગટનો મહિમાં વિચારી, જેવી પહોંચી મતિ તેમાં મારી, 
         કહે વર્ણી શ્રીજીને સંભારી, પુરુષોત્તમ સ્વામિનારાયણ...શ્રી હરિ૦ ૮

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રસંગ :
નવમી, નોમ, તેડવા, જન્મ, જયંતી, સુદ, શુક્લ, ચૈત્ર
વિશેષણ :
પ્રગટ
વિશેષ નામ :
પરચા
www.swaminarayankirtan.org © 2026