મુખ્ય સામગ્રી પર જાઓ

આ અવસર આવો કરું અમે, વિનંતી વારમવાર

આ અવસર આવો કરું અમે, વિનંતી વારમવાર,
         દુરબલ દીન હું દાસી તમારી, મારી સુંણજો પોકાર...આ૦ ૧
પુત્ર કપુત્ર પડે જેહ પેટે, પિત્યા કરે પ્રતિપાલ,
         અંગ અપંગ અંગે અતિ કોટી, જાણે પોતાનું બાલ...આ૦ ર
અમે પળે પિયું પડયાં તમારે, તમે અમારે આધાર,
         તે તમે સર્વે જાણો શામળીયા, શું કહું વારમવાર...આ૦ ૩
અરસ પરસ દરશ દિયો અમને, વાલા વિલોકું હું મુખ,
         નિષ્કુળાનંદના નાથ નિહાળે, દુર પલાય મારાં દુઃખ...આ૦ ૪

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026