મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અઢળક ઢળીયા અમ ઉપરે, અધમને વળી અભિદાન દેવા

આજ અઢળક ઢળીયા અમ ઉપરે, અધમને વળી અભિદાન દેવા;
          સોળ કળા સહિત પધારરીયા શ્રીહરિ, સર્વ જીવના વળી સાર લેવા...આજ૦ ૧
આ અવસર જે નર અમથો રયો, તેહજ મુરખ નર મંદ મતિ;
         દુઃખમાં સુખ તે માનીયું સઠપણે સહિ, તેજ અભાગીયો નર આતમધાતી...આજ૦ ર
સાધન સહિત શિષ્ય સદ્ગુરુ શર્ણ ગ્રહે, તેહને જ મોક્ષ આપે જ હરિ;
         પણ પામર જીવતે પરમ પદ પામીયા, ઇતો આજ આશ્ચર્ય વાત ખરી...આજ૦ ૩
માહેરૂં જોતાં મેં સર્વનું જાણીયું, મન ક્રમ વચને કહો કોણ ચોખો;
         નિષ્કુળાનંદને નાથ નિસ્તારીયો, એતો ધર્મને મન્ય વળી થાય ધોખો...આજ૦ ૪

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026