મુખ્ય સામગ્રી પર જાઓ

આ દેહ મનુષનો મળ્યો, અમુલખ પ્રાણી

આ દેહ મનુષનો મળ્યો, અમુલખ પ્રાણી;
                રળ્યા કર્યો દિવસ ને રાત કીમત નવ જાણી...૧
નહીં નાવું ધોવું, દાતણ કદી નવ કરવું ;
                ભટકી જ્યાં ત્યાં સુઇ ઉઠીને ઉદર ભરવું...૨
સહજાનંદ શ્રીજગવંદ, ભજ્યા નહીં ભાવે;
                જમલોક જાતા જીવ પડીશ પસ્તાવે...૩
કદી કૃષ્ણ કથા કિરતન, સુણ્યા નહીં કાને;
                નવ સમજ્યો જન્મ દેનાર તણા મહિમાને...૪
કોઇ સાધુ સંતની શીખ જરા નવ માની;
                શઠ સંગતમાં રહી થયો અતિ અભિમાની....૫
એમ કરતાં આવ્યું, વૃદ્ધપણું વણ વાટે;
                અવયવો થયા શિથિલ પડ્યો જઇ ખાટે...૬
બાળાપણ જાણી અબુધ, કેણે નહીં કીધું;
                જુવાનીમાં બહુ જોર જણાવી દીધું...૭
બહુ વિષય સુખની આશ, રહી તે અધૂરી;
                પ્રભુ ભજ્યા વિના નરસિંહ કે નવ થઇ પૂરી...૮
 
રચયિતા :
નરસિંહ કવિ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026