મુખ્ય સામગ્રી પર જાઓ

આ છબીએ મારી ઠારી રે આંખડીયું

આ છબીએ મારી ઠારી રે આંખડીયું,
જોઇ શ્રી સહજાનંદજી રે મારી ચોટી મીટડીયું રે,
         મેલું નહિ ત્રણે મીટથી રે ચોટે નેણાની ચડીયું રે....આ. – ૧
મનોહર મૂર્તિ રે મારે આજ પાને પડીયું રે,
         વિસારી તે કેમ વિસરે રે હવે જીવડલે જડીયું રે....આ. – ૨
સુંદર દીસે સ્વરૂપમા રે જાઇ વાધી પ્રીતડીયું રે,
         એ છબીઓ જોઇ અંતરે રે નેણું જ્ઞાનની ઉઘડીયું રે....આ. – ૩
આવી ન દીઠી આ લોકમા રે. આંખ્યુ બધે આથડીયું રે,
          જોઇ રૂડી જગદીશ કહે, છબી ત્રણે તેવડીયું રે....આ. – ૪
 
રચયિતા :
જગદીશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026