મુખ્ય સામગ્રી પર જાઓ

આ જગત દિશે છે વ્હાલા રે

આ જગત દિશે છે વ્હાલા રે, પૂરણ દુ:ખ નો દરિયો,
         જન ભરમાયે છે ઠાલાં રે ......  પૂરણ
એમાં ન મળે મીઠું પાણી, કહો કોની પ્યાસ બુઝાણી,
         વળી કઇક થયા ધૂળધાણી રે......  પૂરણ                                             
જેમ મૃગજળ કોઇ ન પાવે, ઉલટું તે દુ:ખ ઉપજાવે,         
         બહુ જનને તે ભરમાવે રે. ......  પૂરણ                                                
સહુ એક બીજાને કહાવે, ભવસિંધુ પાર ન પાવે,
         કોઇ સંત મળે સમજાવે રે.. .. ...... પૂરણ                                             
હેરાન ગતિ છે ભારે, પ્રભુ ભવજળ સ્હેજે તારે,
         મનમોહન પાર ઉતારે રે.. ...... પૂરણ                                                  
દરિયો પૂરણ દુ:ખનો, જગત દિસે ભરપુર,
         મનમોહન પ્રભુ નામનાં, અમૃત સીંચો ઉર.
 
 
 
રચયિતા :
મનમોહન
વિશેષ નામ :
જગત, સૃષ્ટિ, વિશ્વ, દુનિયા
ઉત્પત્તિ:

સં. – 2005 પોષ - વદ - 7 શુક્રવાર

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026