મુખ્ય સામગ્રી પર જાઓ

આ તો ઓપે છે અદભુત, બંને આંબલીયું રૂપાળીયું રે

આ તો ઓપે છે અદભુત, બંને આંબલીયું રૂપાળીયું રે,
        મનહર મહા મજબુત, બીજે કયાંઇ નથી એવી ભાળીયું રે...૧.
બંને આંબલીયોની ડાળ, સંતે બાંધ્યો હિંડોળો હેતથીરે,
       તેમાં ઝુલ્યા છે દીન દયાળ, પોતે શ્રી હરિ સ્નેહ સમેતથી રે...ર
કરી દર્શન હરિજન સંત, અતિ અંતરે આનંદ પામીયાં રે,
       શીવ બ્રહ્મા છે દેવ અનંત, તેણે આવીને મસ્ત નામીયા રે...૩
ચારે વેદ ત્યાં મુરતીમાન, આવી કર્યુ ચારે વેદગાનને રે,
       રાખી શ્રી હરિમાં એકતાન, તેણે રાજી કર્યા ભગવાનને રે...૪
સુર સર્વ અને વેદ ચાર, ગયા સ્વર્ગ હરિ અંતરે ધરી રે,
       કહે જગદીશાનંદ અપાર એવી લીલા ત્યાં શ્રી હરિયે કરી રે...પ.
 
રચયિતા :
જગદીશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026