મુખ્ય સામગ્રી પર જાઓ

આ રત્ય રૂડી રંગ રમ્યાની, લાજ ભર્યા કેમ રૈયે

આ રત્ય રૂડી રંગ રમ્યાની, લાજ ભર્યા કેમ રૈયે;
          લાજ તજી લક્ષ્મીવર ભજીએ, તો મહાસુખિયા થૈયે... ટેક.
વસંતરત્યેં વનવેલી ફૂલી, મોર્યો અંબ મોરારિ;
         રસિયા સંગ રમવા તતપર થા, શું બેઠી છો હારી. || ૧ ||
અબિર ગુલાલ અરગજા કુંમકુંમ, સંચ્ય લીયો અલબેલી;
         નંદનંદશું ખેલ કરીશું; કુલ મરજાદા મેલી.  || ર ||
રસિકરાય સંગ જે કોઇ રમશે, તેહના તે ભવદુઃખ વામે;
         મુક્તાનંદના નાથને મળતાં અખંડ એવાતન પામે. || ૩ ||
 
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026