Logo image

મોહનને ગમવાને ઇચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો

મોહનને ગમવાને ઇચ્છો માનની,
ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો;
	પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો;
	હરિચરણે રહેજો અબળા થઈ છેક જો-મોહનને૦ ૧
વળી એક વાત કહું છું અધિક વિવેકની,
સાંભળ બેની તારા સુખને કાજ જો;
	હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી,
	ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજ જો-મોહનને૦ ૨
સુખદાયક તું જાણે સુંદર શ્યામને,
અતિ દુ:ખદાયક મન પોતાનું જાણજો,
	મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો;
	સમજી વિચારી બોલો અમૃત વેણ જો-મોહનને૦ ૩
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
લક્ષણ, મુક્તાનંદ સ્વામી
વિવેચન:
આસ્વાદ: પોતાની બહેન ધનબાઇને અનુલક્ષીને સ્ત્રીઓના સામાન્યધર્મના સરળ ઉપદેશાર્થે લખવામાં આવેલું પ્રસ્તુત પદ સંતકવિ સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીની સત્સંગમાં પ્રવર્તમાન આચારસંહિતા ને જ્ઞાનવૈભવમાં પ્રૌઢતા પૂરવાર કરે છે. અહીં કવિ સ્ત્રીઓને સરળ શબ્દોમાં સૂઝ આપે છે કે સગપણ તો હરિજનનું જ સાચું ગણાય. સંસારના સર્વ સબંધો તો સૂતરના કાચા તાંતણા જેવા છે, ગમે ત્યારે તૂટી જાય. માટે પ્રભુ સાથે પ્રીતિ કરીને સર્વ સંજોગોમાં હરિચરણે રહેવું એ જ જીવનનો મર્મ છે. ‘શ્રીહરિને ગમવાને ઈચ્છો માનુની ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો ;’ માનુની કે માનિની એટલે માની સ્ત્રી, અભિમાની સ્ત્રી –દુરાગ્રહી સ્ત્રી. માન જ મનને પોતાનું ધાર્યું કરવા પ્રેરે છે. પોતાનું ગમતું મૂકીને પ્રભુનું ગમતું કરવું હોય તો પહેલા માન મૂકી દેવું પડે. પ્રભુની પ્રસન્નતા જો મેળવવી હોય તો મનના જે ખોટા સ્વભાવ છે તેને છોડવા જ રહ્યા. મોક્ષમાર્ગમાં એકનિષ્ઠ અતિ આવશ્યક છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની દ્રઢનિષ્ઠાથી પતિવ્રતાની જેમ આરાધના કરીએ તો જ લક્ષ્યપ્રાપ્તિ થાય. વચનામૃતમાં શ્રીહરિએ કહ્યું છે કે, પુરુષોત્તમના આકારે જયારે વૃત્તિ થાય છે ત્યારે જ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. આ ત્યારે જ બને જયારે ધ્યાનમાં એકાગ્રતા આવે, અને ધ્યાનમાં એકાગ્રતા ત્યારે જ આવે જયારે એકનિષ્ઠા હોય ! તેથી જ કવિ કહે છે: ‘ પતીવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.’ આગળ સ્વામી લખે છે: ‘હરિચરણે રહેજો અબળા થઇ છેક જો,’ ‘અબળા’ થઈને એટલા માટે કે પ્રભુના ચરણે –શ્રીજીના આશ્રયે જો રહેવું હોય તો માન મૂકીને-અહંકારનો ભાર મૂકીને રહેવું જોઈએ . આત્માથી વિલક્ષણ આપણા આગવા અસ્તિત્વને ન ઓગાળીએ ત્યાં સુધી પ્રભુ સાથે એકરૂપ થવાતું નથી. કવિ-સહજ ઋ‌જુતાથી સ્વામી પ્રાસાદિક શૈલીમાં વળી એક અધિક વિવેકની વાત બહેનોના સુખને કાજે કહે છે , ‘સંભાળ બહેની! ભગવાનના અનન્ય ભક્ત સાથે હંમેશા ગાઢ પ્રીતિ રાખજે . ભગવાનને એના અનન્ય ભક્તો અતિ વ્હાલા છે. ભગવાન તો સદાય ભક્ત-વત્સલ છે.’ એકવાર શ્રીજીમહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. અચાનક એમણે સંતહારીભક્તોને બોલાવીને કહ્યું: “ સંતો ! આ મારો ઢોલીયો ને આ હું! જે આ ઢોલિયાના સંત્સંગી એ મારી બાજુમાં બેસો, ને જે સત્સંગીના સત્સંગી હોય એ ત્યાં બેસે!” મહારાજના ઢોલિયા પાસે ભક્તોની ભીડ જામી ગઈ. એકલા પર્વતભાઈ દૂર જઈને બેઠા. બધાં મનમાં વિચારે છે – આ પર્વતભાઈ કાંઈ સમજતા નથી. પણ એટલામાં તો મહારાજ ઢોલીયા ઉપરથી ઊતરીને પરવતભાઈની પાસે જઈને બેઠા. ત્યારે બધાને સમજાયું કે ભક્તના ભક્ત થવામાં કે ભગવાનનો રાજીપો છે, એટલે જ પ્રેમાનંદ સ્વામીએ પણ માંગ્યું છે કે ‘ દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર ; એ વર માગું છું.’ ‘ત્યાગો મદ મત્સર જૂઠી લાજ જો ‘ ભગવાનના ભક્તે મદ, મત્સર, અને ભક્તિમાં આડે આવતી જૂઠી કુળલાજનો ત્યાગ કરવો જોઈએ. ભક્તિમાં વળી શેહ શરમ શેની? ભક્તિ કરવી હોય તો શૂરવીરતા જોઈએ , ‘હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને!’ સંસારનું ગહન તત્વજ્ઞાન સરળ શબ્દોમાં સમજાવતા કવિ કહે છે! ‘સુખદાયક તું જાણે સુંદર શ્યામને, અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો; મુક્તાનાન્દનો નાથ મગન થઇ સેવજો, સમજી વિચારી બોલો અમૃતવેણ જો.’ આ સંસારમાં જો સુખદાયક કોઈ હોય તો એ સુંદર શ્યામસ્વરૂપ શ્રી સહાનંદ સ્વામી જ છે અને અતિ દુઃખદાયક જો કોઈ હોય તો એ આપનું મન છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે સંસારનાં દુઃખોનું મુળ આશા અને તૃષ્ણાઓ છે , તેમ કવિ પણ સંસારનાં દુઃખોનું મુળ કારણ જેમાંથી નિરંતર નીતનવીન આશા ને તૃષ્ણા જન્મે છે એ મનને જ બતાવે છે. મન દુઃખદાયક એટલા માટે છે કે આપણે મનના સ્વભાવને જાણતા નથી, મનમાં આવતા તરંગો પ્રમાણે આપણે વર્તીએ છીએ , જો મોક્ષધર્મની આચાર –સંહિતા પ્રમાણે જ આપણા જીવનની ગતિવિધિ ગોઠવીએ તો મન સહાયક બનીને પ્રભુની પ્રાપ્તિ કરાવી દે એટલી એની જબરદસ્ત તાકાત છે. મુક્તાનંદ અંતે મગન થઈને –મગ્ન બનીને ભગવાન ભજવાની સલાહ આપતાં કહે છે – ‘સમજી વિચારી બોલો અમૃત વેણ જો.’ सत्यं च प्रियं च वद. મનુસ્મૃતિની આ ઉક્તિનું સમર્થન કરતાં કવિ કહે છે કે સમજી વિચારીને મધુર વચન બોલવાં. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે, જે વચને કરીને પોતાનો અને પારકાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અહીં મુકતાનંદ સ્વામીની ઉત્કટ વ્યવહાર –દક્ષતા સૂચિત થાય છે. પદ પ્રાસાદિક છે, સુગેય છે અને એનો ઢાળ પણ જાણીતો છે. વિવેચન ૨ ભાવાર્થઃ- હે માનવી ! ભગવાનના પ્રિય પાત્ર બનવાની ઈચ્છા ધરાવનારી મનની માનેલી ગ્રંથિઓ છોડી દેવી. વચનામ્રુત ગ.અં.૧૬ મુજબ ભગવત્ સ્વરૂપનિષ્ઠામાં પતિવ્રતાની જેમ અડગ થઈ હરિનાં ચરણમાં નિમગ્ન રહેવું.II ૧ II બેની એક હિતની વાત ખાસ સમજી લે. આ ભગવાનનાં ભક્તોની સાથે મદ, મત્સર અને લોકલાજનો ત્યાગ કરી દ્રઢ પ્રીતડી કરવી. II ૨ II ભગવાન અને ભગવાનના ભક્તો સુખદાયક છે. દુઃખ માત્રની ઉત્પત્તિનું ક્ષેત્ર પોતાનું મન જ છે, માટે મુક્તાનંદ સ્વામી કહે છે, કે “આનંદથી પ્રભુના પાદ પૂજો, ને સમજી વિચારીને અમૃત જેવાં વચન બોલો.” રહસ્યઃ- પદ ઢાળ જાણીતો છે. મનની ગ્રંથિ છોડવાની વાત અને ભક્ત અને ભગવાનની સાથે પ્રીત કરવાની વાત કવિએ તળપદા શબ્દોથી સરળ રીતે રજૂ કરી છે. પદ પ્રાસંગિક છે. પ્રાસાદિકની દ્રષ્ટિએ ઉત્તમ છે. વળી લોકઢાળમાં દાસત્વભક્તિની વાત કવિએ સુંદર રીતે રજૂ કરી છે. તાલ હીંચ છે. અને શબ્દો ભાવત્મક છે. ગેયતાની દ્રષ્ટિએ પદ સુગેય છે.
ઉત્પત્તિ:
ધનબાઇ ધન્યભાગી હતાં એટલે નહિ કે તેઓ મુક્તાનાનાદ સ્વામી જેવા સમર્થ સંતના પૂર્વાશ્રમના સહોદર હતાં – બહેન હતાં; પણ એટલે કે તેમને પોતાના આ ભાઈ માટે નિર્વ્યાજ પ્રેમ હતો ! ભાઈ-બહેનને સ્નેહ તો સ્વાભાવિકપણે હોય જ છે. પણ આ બહેનનો ભાતૃભાવ અદ્વિતીય હતો. મુક્તમુનિ સંસાર છોડી સાધુ થયા ત્યારથી ધનબાઈનુ અંતર હંમેશા દુભાયા કરતું . તેમનો અંતરાત્મા ભાઈને મળવા માટે તલસ્યા કરતો. મુક્તાનંદ સ્વામીને વ્યવહારમાં પાછા લઈ જવા માટે એમણે ઘણા પ્રયત્નો કર્યા પણ સ્વામીની વૈરાગ્યદ્રઢતા આગળ ધનબાઇનો અત્યાગ્રહ વિવશ બનીને જ રહી ગયો. છેવટે વિચાર્યું કે ભાઈ ઈચ્છે છે તેમ કરીશ તો જ ભાઈ મારા પર રાજી રહેશે.ખરેખર તો પ્રેમનું એ જ લક્ષણ છે કે તે પોતાનું સ્વત્વ પણ સ્નેહીના ગમતમાં જ હોમી દે છે! ધનબાઇને લાગ્યું કે ભાઈએ આત્મકલ્યાણનો શ્રેયસકર માર્ગ અપનાવ્યો છે, મારે પણ એ જ માર્ગે જવું જોઈએ. પ્રેમને વશ પણ આવો વિચાર આવે ક્યાંથી! ધનબાઇ એક દિવસ ગઢડા આવ્યાં . શ્રીજીમહારાજ પાસે જઈ એમણે પ્રાર્થના કરી : “ મહારાજ ! મારે કલ્યાણનો ખપ છે, પણ અંતરમાં એક ઝંખના રહે છે કે ભાઈ (મુક્તાનંદ સ્વામી) મને ઉપદેશ આપી મોક્ષમાર્ગ બતાવે! એમનાં મુખની વાણી સંભાળવાની ઉત્કંઠા છે. પ્રભુ!” મહારાજ આ સાંભળી મુખ આડો રૂમાલ દઈને હસ્યા. પછી બોલ્યા: ‘ બાઈ ! અમારા સાધુને સ્ત્રીઓના સંપર્કમાં આવવાની મનાઈ છે, પણ તમારો કલ્યાણનો ખપ જોઇને અમે મુક્તાનંદ સ્વામીને કહીશું કે તેઓ તમને ઉપદેશ કરે” પછી શ્રીજીમહારાજે બીજે દિવસે મુક્તમુનિને અક્ષરઓરડીમાં બોલાવીને એમની પરીક્ષા કરવા માટે કહ્યું: “મુક્તાનંદ સ્વામી ! તમારા બહેન ત્યાગી થવા ઈચ્છે છે તો તમે એમને ઉપદેશ કરો.” મુક્તાનંદ સ્વામીએ કહ્યું : “મહારાજ! એ રીતે સાધુનો ધર્મ હું પૂરો કેમ પાળી શકીશ? આપની જ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે સ્ત્રીઓને ઉદ્દેશીને તો સાધુ કેવી રીતે વાત કરી શકે? જો આપ કૃપા કરીને મારી વાત સ્વીકારો તો હું ત્યાગનો માર્ગ અપનાવી ભક્તિમાર્ગ સ્વીકારવા ઈચ્છતી તમામ બહેનોને ઉપદેશ મળે એવાં ચાર પદોની રચના કરીશ અને તેના ઉપરથી એમને પણ ઉપદેશ મળી રહેશે.” શ્રીજીમહારાજ મુક્તમુનિની ધર્મનિષ્ઠા અને અચારદ્રઢતા જોઇને અત્યંત પ્રસન્ન થઇ બોલ્યા: “ભલે સ્વામી ! એમ કરો.” શ્રીજીમહારાજની આજ્ઞા મળતાં મુક્તાનંદ સ્વામીને ‘મોહનને ગમવાને ઈચ્છો માનુની .... ‘ એ ઉપદેશના ચાર પદોની રચના કરી. રાત્રે સભામાં બેસીને સ્વામીએ એ પદો ગાયાં . સ્વામીના મધુર કંઠે કલ્યાણનો કડવો પણ ગુણકારી ઉપદેશ સાંભળીને ધનબાઇના અંતરમાં અપાર શાંતિ થઈ. ત્યારબાદ એમનું બાકીનું જીવન મંદિરમાં જ પ્રભુભક્તિમાં વીત્યું. ઉત્પત્તિઃ- તીર્થયાત્રાને મિષે ઘરેથી નીકળી પોતાના ભાઈ મુકુંદદાસ સ્વામિનારાયણના સાધુ થઈ ગયા છે. એમ જાણી એમને મળવાની ઈચ્છા થતાં અમરાપરનાં ધનબાઈ ગઢડા આવ્યા. સ્વવિચાર શ્રીહરિને નિવેદિત કર્યો. શ્રીહરિએ પણ અગમ્ય વાણીથી મુક્તાસ્વામીને પોતાના પૂર્વાશ્રમનાં બેનને મળવાની આજ્ઞા કરી. હંમેશાં આજ્ઞાપરાયણ જ રહેનાર મુક્તાનંદ સ્વામીએ વિવેક અને સ્વધર્મમાં રહી મળવાને બદલે બેનીને ઉદ્દેશીને પ્રસ્તુત કીર્તન રચી શ્રીજી સમક્ષ ગાયું એટલે ધનબાઈને ખૂબ જ આનંદ થયો. કહેવાય છે કે આ ચાર પદો સાંભળી સંસારનો મળવત્ ત્યાગ કરી, માન મૂકી, સાંખ્યયોગી બની, ધનબાઈ સદાય ગઢપુરમાં સ્થિર જ થયા હતાં. આ કીર્તનની ઉત્પત્તિ વિશે એવું પણ માનવામાં આવે છે, કે મુક્તાનંદસ્વામી વડોદરાની સભા જીતીને આવ્યા, ત્યારે શ્રીહરિએ અતિ પ્રસન્ન થકા મુક્તાનંદસ્વામીનું ષોડશોપચારોથી પૂજન કરી સન્માન કર્યું. અને ખૂબજ પ્રશંસા કરી. આ જોઈ સભામાં બેઠેલ શાસ્ત્રી નિવિર્કલ્પાનંદને સ્વામીના સન્માનમાં પોતાની વિદ્વત્તાનું અપમાન થતું લાગ્યુ. એટલે અહમ્ની આગમાં બળતા-બળતા બોલી ઉઠ્યા કે, ‘વડોદરાની એક સામાન્ય સભા જીતીને આવ્યા એમાં મોદકાનંદને શી મોટી ધાડ મારી દીધી ? મારા જેવા શાસ્ત્રીને મોકલ્યા હોત તો હું એ કરતા ચાર ચાસણી ચઢે તેવો દિગ્વિજયનો ડંકો વગાડીને આવત. પણ અહીં ક્યાં કોઈની કદર છે?’ આમ ક્રોધયુક્ત વચન બોલી રોષમાં ને રોષમાં પોતાને આસને જતા રહ્યા. આ પ્રસંગથી સત્સંગની ‘મા’ એવા મુક્તાનંદસ્વામીનું દિલ દુભાઈ ગયું. પોતાના નિમિત્તે કોઈ સત્સંગનો આશ્રય છોડી દે તે તેમને યોગ્ય ન લાગ્યું. એટલે પોતાને પહેરાવેલો હાર લઈ સ્વામી તેમને આસને ગયા. હાર પહેરાવી વિનવણી સહ ખૂબ ખૂબ સમજાવ્યા પણ માની નિર્વિકલ્પાનંદ ન માન્યો. એટલે નિરાશ વદને સ્વામી પોતાના આસને આવ્યા. કોઈ પણ ભોગે આનું સારું થાય તો સારું આવા વિચારમાં ને વિચારમાં સ્વામી ને આખી રાત ઊંઘ પણ ન આવી. અંતે સત્સંગની ‘મા’ એવા મુક્તાનંદસ્વામીના દયાર્દ દિલમાંથી માન રહિત ભક્તિ કરવાના ઉપદેશાત્મક કીર્તનરૂપે હિતકર શબ્દો સરી પડ્યા.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025