આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી; અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગેજી...૧ અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગાં ઘાલેજી; જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલેજી...૨ જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી; મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલેજી...૩ મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહિ કોઈ રાગીજી; બારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગીજી...૪ આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશેજી; બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશેજી...૫
