મુખ્ય સામગ્રી પર જાઓ

આઇ આજ ચૌદશ કાળી આઇ

આઇ આજ ચૌદશ કાળી આઇ;
          વશ કીજે ઘનશ્યામ મનોહર, વશીકરન સાધીએ વ્રજનારી...આઇ૦ ૧
પઢિ પઢિ જંત્ર મંત્ર કરી જાદુ, વશ કીજે જશોદા સુત પ્યારી;
         વ્રજ તજી કૃષ્ણ કમળદળ લોચન, અંત ન જાયે કહું કુંજવિહારી...આઇ૦ ૨
કમળાવશ કીને કરી જાદુ, કર ન શકત હરિ ક્ષણ એક ન્યારી;
         ખાત પિયંત સોવત સ્વપ્નેમેં , હસત ફિરત ડોલત ઉર ધારી...આઇ૦ ૩
એહિ વિધિ વશ કીજે માધો, કરી જાદુ કેશવ કંસારી;
         પ્રેમાનંદકે નાથ કરો વશ તબ, હોય સબવિધિ જીત તુમારી...આઇ૦ ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026