સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ; મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સ્નેહ...૧ પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર; જેવા મેં નીરખિયા રે, તેવા વર્ણવું કરીને પ્યાર...૨ બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર; તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર...૩ બાજુ બેરખા રે, બાંયે કપૂરના શોભિત; કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત...૪ સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર; ચોરે ચિત્તને રે, હસતા કમળ નયણની કોર...૫ હસતા હેતમાં રે, સહુને દેતા સુખ આનંદ; રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ...૬ અદ્ભુત ઉપમા રે, કહેતા શેષ ન પામે પાર; ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર...૭ વાલપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર; અંગોઅંગમાં રે, જાણે ઊગિયા અગણિત સૂર...૮ કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ; પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ...૯
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ
સમૂહગાન
ભાવાર્થઃ- હે મારી સખીઓ ! તમે ધ્યાન દઈને સાંભળો. હું જે મૂર્તિની શોભાનું વર્ણન કરું છું એ મૂર્તિ કાંઈ સામાન્ય નથી. અરે મારી સૈયરો ! એ મૂર્તિને સંભારતા જ મુજને અતિ સ્નેહ કહેતાં પ્રેમ બંધાણો છે. II૧II મારા હૈયાના હાર જે-જે અલંકારો ધારણ કર્યા છે, તે મેં નીરખ્યા છે. તેનું હું પ્રેમથી વર્ણન કરું છું. ફૂલમાળા તો ઠીક પરંતુ બરાસ કપૂરના સુંદર હાર હૈયામાં હિલોળે છે. વળી, નવભાતી ફૂલના તોરા પાઘમાં ભાળી ભમરાઓ તે પર ગુંજાર કરી રહ્યા છે. બાજુ અને બેરખા કપુરના શોભે છે. કરુણાનિધાનનાં કાંડે કડાં પણ કપુરનાં છે. વણઅત્તરે અત્તરથીયે અધિક સુગંધ સર્વે અંગોમાંથી ઊઠે છે. નાથજીના નયનની કોર સૌના ચિત્તને ચોરી લે છે. II૨થી૫II હેતથી હસતા હસતા હસીલો આનંદ ઉપજાવે છે. શૃંગારાત્મક એ મૂર્તિની શોભા શેષ પણ કહી શક્તા નથી. વેણમાંથી વાત્સલ્ય અને નેણમાંથી કરુણા ભારોભાર નીતરે છે. અને અગણિત સૂર્ય જેટલો પ્રકાશ અંગોઅંગમાંથી નીકળે છે. સ્વામી કહે છે કે વાતવાતમાં બોલતા વાલમજીનાં અમૃત સમાન વેણથી એ વાલમજી ઉપર અતિશય વાલપ ઊપજે છે II૬થી૯II
ઉત્પત્તિઃ- પ્રેમસખી પ્રેમાનંદસ્વામી એટલે મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ. જેમનું હૈયું હંમેશા હરિવર સાથે હેરતું, જેમની આંખોમાંથી અહર્નિશ વિરહ વિલાપનાં આંસુઓ સર્યા છે. જેઓના મુખમાંથી નિશદિન વિયોગાત્મક વાણી જ વરસી છે. જેમનું સારુંયે જીવન જગદીશની ઝંખનામાં જ ઝૂરતું હતું, એવા પ્રેમપંથના પ્રવાસી પ્રેમદીવાના પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીના જીવન-કવનની કહાની ઘણી કરુણ અને ગર્ભિત છે. જેમ કાદવમાં જન્મેલું કમળ દેવશિરે ચડીને કૃતાર્થ બની જાય છે. તેમ ગાંધર્વ જ્ઞાતિમાં જન્મેલા પ્રેમાનંદ સ્વામી પ્રગટ પ્રભુના મિલનથી ધન્ય બની ગયા. આ સંત કવિના જન્મ સ્થળ, જન્મ સાલ કે માતા-પિતાનાં નામ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી જોવા મળતી નથી. પરંતુ ઘણાં શાસ્ત્રોનું અવલોકન કરતાં એમના સમગ્ર જીવનને ત્રણ વિભાગમાં વહેંચી શકીએ. ૧. સ્થૂળ જીવનઃ- સં.૧૮૪૦ થી ૧૮૭૧ સુધી -૩૧વર્ષ ૨. આધ્યાત્મિક જીવનઃ- સં. ૧૮૭૧ થી સં. ૧૮૮૬ સુધી- ૧૫ વર્ષ. ૩. વિરહી જીવનઃ- સં. ૧૮૮૬ થી સં. ૧૯૧૧ સુધી- ૨૫ વર્ષ. કહેવાય છે કે જન્મતાંની સાથે જ ત્યજાયેલું આ પ્રેમ-પુષ્પ અમદાવાદ દરિયાખાનના ઘુમ્મટમાંથી કોઈ મુસ્લિમને મળ્યું. કોઈ કહે છે કે આ પુષ્પ વૈરાગીઓના ઝૂંડમાં ઊછરતું રહ્યું, હકીકત ગમે તે હોય પરંતુ ‘जन्मना जायते क्षुद्रः संस्कारात् द्विजः उच्यते I’ એ ન્યાયે એ કમળ જનમ્યું હતું કરુણાનિધાનના શરણે સમર્પિત થવા. અને બન્યું પણ એમ જ. સમય જતાં સ્વામી જ્ઞાનદાસજી દ્વારા સહજાનંદસ્વામીનું મિલન થયું. એટલું જ નહીં પરંતુ તેમની પૂર્ણકૃપાના પાત્ર બની પ્રેમાનંદ સ્વરૂપ પ્રદર્શિત થયું. પોતાના પ્રિતમના અંગે અંગ ઉપર પ્રેમ કરનાર પ્રેમાનંદસ્વામી શ્રીહરિનાં દર્શન વિના એક ઘડી પણ રહી શક્તા નહીં એવા પ્રણયઘેલા પ્રેમાનંદસ્વામીનાં જીવનની આ એક પ્રેમભીની અલૌલિક ઘટના છે. શ્રાવણ માસની અમાસની રાત્રીએ ઘોર અંધારું છવાઈ રહ્યું હતું. ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં કોઈ કોઈ વાર વીજળી ઝબકી જતી હતી. ઘેલાના ઘૂઘવટાની સાથે તાલ મિલાવી સારંગીના તાર ઉપર આંગળીઓ ફરી રહી છે. પ્રેમદીવાના પ્રેમાનંદનાં અંતરનાં ઊંડાણમાંથી ‘ક્યારે હવે દેખું હરિ હસતા મારા મંદિરિયામાં વસતા.’ તેમ જ ‘મને વ્હાલા વિરહ સતાવે રે નથી રહેવાતું હવે નથી રહેવાતું.’ એવી પછાડ ઉપર પછાડ નીકળી રહી છે. જ્યારે ભક્તથી ન રહેવાય ત્યારે ભગવાન પણ અધીરા બને છે. મહારાજને શું મોહ લાગ્યો ? કીર્તનનો, ભાવનો કે પ્રેમાનંદ જેવા ભક્તનો ? અડધી રાતે નહીં દીવો, નહીં દીશા કે નહીં કોઈનો સંગ ! છતાં ક્યાં નીકળ્યા ? સૂરની શાને આગળ વધ્યા, પણેથી ઘૂમરડી ખાઈ આજીજી આવતી હતી કે, ‘પ્રેમાનંદના નાથને કોઈ મારી વિનંતી જઈ સંભળાવે રે , નથી રહેવાતું હવે નહી રહેવાતું’ આભનો સાગર જળ-જળ ભરેલો હતો. અંધારી રાત સમ-સમ કરતી ગગનની કોઈ ખીણમાં સરી પડતી હતી. તો આ બાજુ સારંગીના સથવારે સ્વામીનાં અંતરનો ગહેકેલો શોર સહજાનંદને ખેંચી રહ્યો હતો. પ્રેમસખીએ ગીત ઉપર ગીત ગાતાં-ગાતાં પથ્થર ફાટી જાય એવા કરુણભીના કંઠે કરુણ ગીત ઉપાડ્યું કે ‘ રહેતી નથી હૈયે ધીર વાલમ વિના’ ભક્ત ગાતા રહ્યા અને પ્રેમભીના પાતળિયા પલળતા રહ્યા. સમી સાંજના સાંભળી રહેલા સહજાનંદજી મુગ્ધ થતા હતા. અહો …! કેવું હેત અને કેવી પ્રીત ! અંતે વિરહની વાદલડી વરસતાં-વરસતાં આનંદમાં પરિણમી. અંતરનાં સાગરમાં કોણ જાણે કેવા આનંદની ભરતી આવી ! એકાએક કવિનું હૃદય પલટાઈ ગયું ! જાણે પ્રગટ પ્રભુ પોતાની ઝૂંપડીએ પધાર્યા છે. એવા ભાવનું વિશેષ કીર્તન ઉપાડ્યું, “ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ‘ કહેવાય છે કે પ્રેમભક્તિના એ પૂરમાં પ્રેમાનંદ સ્માધિસ્થ થઈ ગયા. એટલે તેમની પાસે પડેલા કલમ અને કાગળ હાથમાં લઈ અધૂરા રહેલા કીર્તનમાં પાછળનાં બે પદ શ્રીહરિએ પોતે જ લખ્યાં છે. રાતભર પ્રેમાનંદની પ્રેમગલીમાં વિહરતા વાલમજીએ અંતે પ્રેમસખીને ઢંઢોળ્યા. ‘ અરે પ્રભુ ! આપ ક્યારના અહીં આવ્યા છો?” “મધરાતની આગમનના ઊભા છીએ. તમને ક્યાં શુદ્ધ–બુદ્ધ હતી? તમે તો મારી મૂર્તિમાં મસ્ત હતા ને! વાહ ! પ્રેમાનંદ વાહ ! આજ તો હું તમારી પ્રેમ સેજમાં પોઢીને તૃપ્ત થયો છું. એટલે જ કદી અને ક્યારેય નહીં રચેલ છતાં તમારા અધૂરા કીર્તનને આજે મેં પૂર્ણ સ્વરૂપ આપ્યુ છે. આજ દિન સુધી કરેલ તમારા કાવ્ય મંદિર ઉપર આજે અમારા હાથે કળશ ચઢી ગયો છે.” પ્રેમાનંદી ભક્તો ! આવો, સૌ સાથે મળીને ગાઈએ એ પ્રેમસખીના પ્રેમસ્પંદનો અને પ્રેમભીના પાતળિયાનાં પ્રસાદી પદોને.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી