મુખ્ય સામગ્રી પર જાઓ

એમ વરત્યાં તે મંગળ ચાર, હરિ પરણ્યા તુલસી કરી પ્યાર

એમ વરત્યાં તે મંગળ ચાર, હરિ પરણ્યા તુલસી કરી પ્યાર;
               વરકન્યા જમે કંસાર, ધન્ય નિરખ્યા તેના અવતાર. ૧
કન્યા કોળિયો કરમાં લઇને, આપે હરિ મુખમાં ધિરી રહીને;
               આપે કન્યાના મુખમાં હરિ, નિરખે સુર નર મુનિ નેણાં ભરી.૨
લાડીએ તે કૌતક કીધું, હરિને હાંસી કરીને સુખ લીધું;
               વાળી કોળિયો મુખમાં દીધો, મુખમાં દેતાં પાછો તાણી લીધો.૩
જન હસ્યા તે હરિ શરમાણા, શોભા જોઇને નેણાં લોભાણાં;
               વળતો વાળ્યો હરિએ દાવ, જોવા જનને ઘણો ભાવ.૪
કરમાં કોળિયો લઇ હરિ રાય, મોંમાં દેતાં દીધો આંખ માંય;
               હસ્યાં વર પક્ષનાં નર નારી, લજ્યા પામ્યાં ભીમક સુકુમારી.૫
સાસુ આવ્યાં ધોવરાવવાને હાથ, ચળુ કરે ત્રિભોવન નાથ;
               સાસુ હાથ ધોવરાવીને ચાલ્યાં, હરિએ હસીને ચીર તાણી ઝાલ્યાં.૬
આપ્યો સાસુએ મોતીનો હાર, જાયે પ્રેમાનંદ બલિહાર.૭
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિવેચન:

 ૭૮                                        પદ-૧/૩/૬૬ 

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026