મુખ્ય સામગ્રી પર જાઓ

જમો જમો હરિ કંસાર રે

જમો જમો હરિ કંસાર રે, લાજ રાખશોમાં લગાર રે;
          જમો કંસાર જગદાધાર રે, અમે ગાઇએ ગુણ કરી પ્યાર રે...૧
અમને સાચું કેજો હરિ આપ રે, લોક કે છે તમારે બે બાપ રે;
         તમારાં માબાપ રૂડા રૂપાળાં રે, તમે તાવડી જેવા કેમ કાળા રે...૨
સહુથી ઉંચું કુળ તમારૂં રે, તમે રીંછ ઘેર પરણ્યા શા સારૂં રે;
         તમે જાદવ કુળના ભૂપ રે, શું મોહ્યા રીંછડીને રૂપ રે...૩
તમને પોંખ્યા હશે કેમ કરી રે, કરડ્યા હશે રીંછડીયે હરિ રે;
         તમને કન્યા કુણે નવ દીધી રે, કુબજા પટરાણી કીધી રે...૪
તમને લાજ તો ન મળે શ્યામ રે, પરણ્યા ગોત્ર માંઇ સત્ઉભામ રે;
         તમારા ગુણનો ન પામીયે પાર રે, પ્રેમાનંદ જાયે બલિહાર રે...૫ 
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
સ્વરકાર : રાજેશ પઢારીયા (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિશેષ નામ :
ભોજન, જમણવાર,
www.swaminarayankirtan.org © 2026