મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અઢળ ઢળ્યા અલબેલા રે, ભરી ભાવે રહે મુજ ભેળા રે

આજ અઢળ ઢળ્યા અલબેલા રે, ભરી ભાવે રહે મુજ ભેળા રે...ટેક
મેં હિ ચાલું ચાલે મેરે સાથ રે, મેં હલાવું હલાવે ઓ હાથ રે;
                         મેં ગાઉં તો ગાવે ભેળે ગાથ રે...આજ૦ ૧
મેં હિ દેખું દેખે મેરા શ્યામ રે, સૂનું શ્રવણે સુને સુખધામ રે;
                         ઐસે સંગ રહે આઠું જામ રે...આજ૦ ૨
ઐસે ભળી રહ્યા મેરે ભેળે રે, મેહિ મેલું મોયે એ ન મેલે રે;
                         ઐસે સદા સંગ મેરે ખેલે રે...આજ૦ ૩
ખરી ખુમારી હે અંગ યાકી રે, મેરે પ્રીતમ પ્રાણ પિયાકી રે;
                         કહે નિષ્કુળાનંદ કહાં વાકી રે...આજ૦ ૪

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026