કોઉ નાહિ આજ મુજ તોલે રે, આયા મેરમ મહેર કરી મોલે રે...ટેક. મેં તો પ્રીતમ કી પટરાની રે, મહા માનેતિ મનમાની રે; મોસે બાત ન રાખી કોઉ છાની રે...કોઉ૦ ૧ મેરા અતિ આયા વિશ્વાસ રે, તાતે પિયા રહ્યા મેરે પાસ રે; કિના મોસે વિવિધ વિલાસ રે...કોઉ૦ ૨ કિયા એકમેક મોસે અંગ રે, ચઢયા તન મને તાકા રંગ રે; મેં તો શોભી સલુણા કે સંગ રે...કોઉ૦ ૩ અંગો અંગ ઓપી રહ્યા મેરા રે, સો તો પ્રતાપ હે પિયા કેરા રે; કહે નિષ્કુળાનંદ વેર વેરા રે...કોઉ૦ ૪
