મુખ્ય સામગ્રી પર જાઓ

અહો શીરને સાટે, ગંગાની વાટે, સંતોના માટે

અહો શીરને સાટે, ગંગાની વાટે, સંતોના માટે,
                                             રાજુલી પાટે, ઘડયો પુરુષોત્તમ ઘાટ રે,
આણી મુનિ રાટે, વહાણની વાટે,
                                             કાઢી સલાટે, રૂડી રાજુલાની પાટ...ટેક
આદર્યુ અધૂરું કરે પૂરું સદ્‌ગુરુ, સ્વામી રામચરણદાસ;
          ભરી બથ નહિ ગર્થ, શ્રીજી છે સમરથ, રાખી હૃદે વિશ્વાસ રે...અહો શીરને ૧
કરે સંત સેવા, દિવ્ય લાભ લેવા, આવ્યા પરમહંસ પાસ,
         મુંબઈના શેઠ, કરે પૂરું ઠેઠ, લેવા અક્ષરમાં વાસ રે...અહો શીરને ૨
સંત મહંત, અત્યંત ધીમંત, ધરી હૈયામાં હામ,
         થઈ શુરવીર, મુનિ મતિ ધીર, કરે સહુ બહુ કામ રે... અહો શીરને ૩
જળમળિયે ખળખળિયે, તામે લઈ તળિયેથી, બાંધે બહુ રૂડો ઘાટ,
         કોરણી કોરે, ચિતડાને ચોરે, જનને જોવાને માટ રે...અહો શીરને ૪
ઘાટની પાટમાં, ગંગાની વાટમાં, નૌતમ જડિયા નંગ,
         ગંગાને કાંઠ, બન્યો બહુ ઠાઠ, કરે મુનિ પાઠ ઉછરંગ રે..અહો શીર ૫
પડસાળ વિશાળ, તેનો બન્યો તાલ, જળમાળ નંગ જડિત,
         સારો બન્યો ચોક, જોવા આવે લોક, ગાય રૂડા સહુ ગીત રે...અહો શીરને ૬
નરનારી નિમ ધારી, ઉર આનંદ ભારી, નાવાને નિર્મળ નીર,
         ચાલે ચડી ચોટ, દોડે દડી ડોટ, ઝળકે કોટ ગંગા તીર રે..અહો શીરને ૭
કરે સ્નાન પાન, ધરે છે ધ્યાન, ઘેલી ગંગાજીને માંય,
         પુરે પ્રભુ આશ, રાખો વિશ્વાસ, દાસ હરિ ગુણ ગાય રે...અહો શીરને ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
ભાવ :
ગઢપુર મહિમા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026