Logo image

હરિ છે ને હરિ કરે છે, હરિને માને છે નર ને નાર

હરિ છે ને હરિ કરે છે, હરિને માને છે નર ને નાર; ફળ ને યશ પ્રભુ તને મળો, અતિ ઉંચા જ્ઞાન આ વિચાર...૧ કર્તાહર્તા તમે એક છો, તમે કરો છો બધું કાજ; કહો કથા ને સુણો હરિ, મારા પ્યારા પ્યારા મહારાજ...૨ આનંદ તમારો આપજો, અમને દિવસ ને રાત; વાલમ તમને વીનવીએ, કરો મધુરી કાંઈક વાત...૩ તમારામય અમને રાખજો, ને ટાળજો અમારાં પાપ; તમે જ અમારા સખા બંધુ, તમે જ મા ને બાપ...૪ પ્રગટ છો સદા સર્વદા, તમે સર્વત્ર મારા શ્યામ; કૃપા કરો એવું અનુભવું, તમને હું આઠો જામ...૫ કર્તા તમે એક હોવાથી, સર્વ મળો તમને ફળ; અમે તો વાલા ભોગવીએ, આપનો આનંદ કેવળ...૬ પામવું છે એક તુજને, ભલે બધું જ છૂટી જાય; એક જ ઇચ્છા ઉર છે, બસ પિયા તુને મળાય...૭ તેજોમય છે આકાર તારો, અમે ધરીએ એનું ધ્યાન; દયા કરી આપો વિભું, તમારું અનુભવ જ્ઞાન...૮ ધર્મરક્ષક ધર્મપુત્ર, ધર્મપ્રચારક મારા નાથ; ધર્મ પ્રચારવા ધરતી પર, પધાર્યા મુક્ત સંગાથ...૯ કર્તાહર્તા છો એક તમે, અમે અકર્તા સદાય; તમથી કે’વાય ને સુણાય, કેવળ નિમિત્ત સહુ ગણાય...૧૦ નિજજનને સુખ આપિયાં, તમે પ્રગટ પુરુષોત્તમ; કેવળ કૃપા કરી પ્રગટયા, ટાળવા માયા તમ...૧૧ તમારાથી જ અમે પ્રભુ, સુખી છીએ સનાથ; કર્તા રહી સુખ દેજો, હરિ ઝાલજો મારો હાથ...૧૨ આનંદઘન દિવ્ય મૂરતિ, હે અદ્વિતીય ! સુખધામ; માતા પિતા ગુરુ બંધુ સખા, મારા વાલા શ્રી ઘનશ્યામ...૧૩ સર્વકર્તા છો એક તમે, નથી જગમાં બીજો કોઈ; જે જે થયું ને થાય છે, તે આપે કરેલું જ હોય...૧૪ તમ વિના મારું કોઈ નથી, હે સર્વોપરી મારા નાથ; તવ શરણે આવ્યો પ્રભુ, તમે ઝાલજો મારો હાથ,...૧૫ અનંત બ્રહ્માંડ કે સ્વામી, મેરે પ્યારે શ્રી ઘનશ્યામ; વિનંતી કરતા હું આપકો, અબ ખુશ રહો આઠો જામ...૧૬ આનંદ અમને આપજો, સુખદાયક જગદાધાર; આત્માના આત્મા તમે, છો પ્રાણના પ્રાણઆધાર...૧૭ અણુ અણુમાં બિરાજો છો, સર્વનિયંતા મારા માવ; કૃપા અમ પર કરો એવી, હવે પંચવિષયથી છોડાવ...૧૮ સ્વતંત્રમૂર્તિ શ્રીહરિ, શું કહું તમને વાત; અંગોઅંગમાં શ્રીજી તમે, બિરાજોને સાક્ષાત...૧૯ સેવકની ચિંતા સ્વામીને, સેવકને નહિ કાંય; એવું ઇચ્છીએ હરિ અમે, બસ તમારા રહેવાય...૨૦ અમારે તો બસ હે હરિ !, આવવું છે તમારે કામ; આપો અનુભવ આપનો, બીજું આપો નહીં ઘનશ્યામ...૨૧ સુખસાગર ઘનશ્યામ પિયા, તમે પ્રગટ છો સાક્ષાત; અમ હિતે સુખકંદ તમે, સદાયે કરો છો વાત...૨૨ હે સત્ય સંકલ્પમૂર્તિ !, તમે ક્ષર અક્ષરથી પર; આવી અમારો હાથ ઝાલ્યો, તમે થયા અમારા વર...૨૩ સર્વપ્રકાશક એક છો, બધે કરો છો તમે પ્રકાશ; સદા કરો છો ને કરશો, મારે છે તમારી આશ...૨૪ સર્વકર્તા તમે એક જ છો, બધું કરો છો કામ; સદા કરો છો ને કરશો, બસ અમારે છે આરામ...૨૫ સર્વકર્તા તમે એક જ છો, આ વાત સ્વીકારાઈ જાય; કૃપા કરો શ્રીજી એટલી, તમે મારા શ્રીહરિરાય...૨૬ સર્વના સાક્ષી આપ છો, આપોને મને આનંદ; હુંમાં ને સર્વ જનમાં, અનુભવું સહજાનંદ...૨૭ સુંદરવર ! તમે મળજો, બીજું ટળજો મારું તમામ; તમારો છું તમારા માટે છું, હું કરું તમારું જ કામ...૨૮ મન મારું મૂર્તિમાં રહે, સદા કરી હરિ વાસ; હાથ જોડી વિનંતિ કરું, પિયુ દેજો એટલું ખાસ...૨૯ હે મારા અંતરવાસી, પુરુષોત્તમ ભગવાન; સર્વકર્તા તમે એક છો, એવું દેજો અનુભવ જ્ઞાન...૩૦ આનંદ દેજો આપનો હરિ, રાખજો મૂરતિમાંય; બીજું કાંઈ નથી માગતો, તમ અર્થે શ્વાસ લેવાય...૩૧ અંતર્યામી હું તારો છું, ને તારો જ રાખું વિશ્વાસ; દઢ ભરોસો હરિ માહરે, મારા વહે તુંમાં સહુ શ્વાસ...૩૨ કર્તા ભર્તા તમે એક છો, અકર્તા અમે સદાય; ભૂત ભવિષ્ય વર્તમાનમાં, તવ કર્તૃત્વ સ્વીકારાય...૩૩ દિવ્ય ચૈતન્યમૂર્તિ, કોટી બ્રહ્માંડ રાજાધિરાજ; અનુભૂતિ આપની પિયા, થઈ રહી છે મને આજ...૩૪ આનંદ આનંદ એકલો, સર્વત્ર રહ્યો અનુભવાય; સુખ સદાય રહે આપનું, એ જ એક ચિત્ત ચહાય...૩૫ દુ:ખદાયક આ માયા તારી, એ મહામોટું બંધન; બંધન છોડાવો હે પિયા, મારું રાખો તમારામાં મન...૩૬ દિવ્ય મતિ તમે આપજો, ને ટાળજો માયિક ભાવ; તવ દષ્ટિએ તુજને જોઈએ, રહો સર્વત્ર એક માવ...૩૭ હે સુખધામ મારા આત્મા, તમે છો મારો આરામ; આદ્યે અંતે મધ્યે પિયુ, તમે જ મારો વિશ્રામ...૩૮ દયા દિલમાં હરિ રાખજો, ને ગુના કરીને માફ; અંતર અમારું વાલમા, તમે જ કરજોને સાફ...૩૯ પ્રાર્થના કરું પ્રભુ તમને, આપ્યું છે પાત્રતા ઉપરાંત; પાત્રતા આપો પ્રભુ તમે, તો દિલમાં થાય નિરાંત...૪૦ કર્તા-હર્તા તમે એક છો, આદિ અંતે મધ્યે સોય; સાકારમૂર્તિ તુજ વિના, કર્તૃત્વ ક્યાંય ન હોય...૪૧ પંચવિષયથી પ્રીત તોડાવી, જોડી દેજો તુંમાં નાથ; એ જ માગું છું તમ પાસે, તમે દેજો મારા પ્રાણનાથ...૪૨ મળવું છે મોહન તમને ને, રાખવી છે અખંડવૃત્તિ; રાજી કરવા છે આપને, પાળીને તમારી અનુવૃત્તિ...૪૩ અનંત કોટી બ્રહ્માંડ ઊડે, તવ રોમમાં અણુને ઠામ; સર્વત્ર એક તમે બિરાજો, મારા પ્યારા શ્રી ઘનશ્યામ...૪૪ કર્તા-હર્તા તમે નાથજી, મને રહોને વાલા યાદ; અનુકંપા એવી જ કરો, આપો એવા જ આશીર્વાદ...૪૫ પળ ન ભૂલીએ પિયુ તને, તમે રહોને અખંડ યાદ; એક સેકન્ડ ભુલાય તો, જીવન મનાય બરબાદ...૪૬ ચિદ્‌ અચિદ્‌ વિશિષ્ટ છો, પરબ્રહ્મ સર્વાધાર; અંતિમ સત્ય શ્રીહરિ, સર્વાત્મા જગદાધાર...૪૭ જ્યાં જ્યાં વૃત્તિ જાય માહરી, ત્યાં દેખાઓ પૂરણકામ; અંદર બહાર સર્વત્ર રહે, તવ અનુભવ આઠોજામ...૪૮ લળી લળી વંદું આપને, દયા કરોને મારા બાપ; તુજ વિના સર્વે વાસના, પ્રભુ ટાળોને મારાં પાપ...૪૯ તમને સેવીએ ને ભજીએ, હરપળ રટીએ નામ; પાંદડું જેમ પાણીમાં વહે, એમ વહેતા રહીએ શ્યામ...૫૦ સર્વાધાર મારા શ્રી હરિ, તુજ વિના નથી ઉદ્ધાર; દયા રાખજો દીનબંધુ, કરજો અમારો બેડો પાર...૫૧ આપો આનંદ એક આપનો, બીજું ન દેશો કાંઈ; તો રાજી છો એમ જાણીએ, નહિ તો હરિ રાજી નાઈ...૫૨ મળવા થયા છો ઉતાવળા, આજ સામેથી તમે નાથ; ભાગ્ય અમારાં શું વર્ણવું, અમે થયા છીએ સનાથ...૫૩ મેલી હવે જો તમને, અને બીજું ઇચ્છીએ કાંઈ; તો તો અમારી હે હરિ, મોટી છે કઠણાઈ...૫૪ સદ્‌બુદ્ધિ હરિ આપજો, ને કેવળ આપજો સુખ; તુજ વિના મને વાલમા, સર્વત્ર જણાય દુ:ખ...૫૫ નીકળ્યા છીએ તુંને પામવા, પમાડી દેજે તું નાથ; આડા અવળા નવ થાઈએ, સદા રહીએ તુજ સંગાથ...૫૬ ભૂલ ભરેલા છીએ અમે, કરતાં આવ્યા છીએ ભૂલ; પણ તારાં ચરણમાં અર્પાવું, અમારે તો બની ફૂલ...૫૭ ભૂલો અમારી સુધારજો, ભલેને દિયો હરિ દંડ; પણ દૂર તમથી કરશો નહિ, રાખજો હજૂર અખંડ...૫૮ જન્મોજન્મથી તને મળવા, મહેનત કરું છું નાથ; મુજ મે’નતથી તું નહિ મળે, તું જ કૃપાથી ઝાલ્ય મારો હાથ...૫૯ સર્વ પ્રકાશક શ્રી હરિ, તમે જેમ પ્રકાશશો એમ; તમારી મરજીમાં જ રે’વું છે, તવ રુચિમાં રાખજો તેમ...૬૦ આપ ભૂલી તમ બળમાં, કોઈ ભક્ત જીવે જીવન; રાજી થઈ તમે શ્રી હરિ, તેને આપી દ્યો છો નિજ તન...૬૧ હે દયાળુ મૂરતિ, તવ દાસન કો મૈં દાસ; કૃપા કિયો મુજ પર હરિ, સદા રખિયો તવ પાસ...૬૨ અમ બાળકની હે હરિ, માફ કરજો તમે ભૂલ; તવ વચન નવ લોપીએ, એવું સમજાવોને મૂલ...૬૩ સદા સાકાર મૂરતિ હરિ, તમે હેત કર્યું છે અપાર; તમે રાખ્યું મારું જેટલું, એવું રાખશે ન કોઈ આ વાર...૬૪ રાજી રહેજો મારા આતમા, જાણજો તમારા સદાય; છોરું કછોરું થાય પણ, માવતર કમાવતર ન થાય...૬૫ રાજી કર્યે બહુ રાજને, તેની સર્વે પ્રજા રાજી થાય; એમ પૂજ્યે પુરુષોત્તમને, સરવે દેવ પૂજાય...૬૬ તમે જ સુખદાતા હરિ, તમે જ અંતે વિરામ; સર્વનિયંતા નાથજી, મારે તમારું જ છે કામ...૬૭ સ્નેહી છો ભવોભવના, મને ગમે છે તારી રીત; જોયા જે દિ’થી મેં તમને, તે દિ’થી થઈ છે પ્રીત...૬૮ સુખકારી હરિ મૂર્તિ, આનંદ આપે છે તવ ધ્યાન; વૃત્તિઓ તમોમાં લીન રહે, એવી દયા કરો ભગવાન...૬૯ તમે જ માતા પિતા સખા, તમે જ બંધુ ને નાથ; સુહૃદ ગુરુ અને આતમા, તમે સર્વસ્વ સુખપાથ...૭૦ અનંત જીવના સ્વામી તમે, સર્વાધાર ને અનાધાર; કારણનાં કારણ અકારણ, અજીત અખંડ અપાર...૭૧ સદા સાકાર દિવ્ય મૂર્તિ, સદા સત્ય તમારો આકાર; અન્ય આકાર નાશવંત છે, એવું જાણી કર્યો તુંમાં પ્યાર...૭૨ મદદે આવજો હે હરિ, રાખવા છે તમને સદાય; પળાય મરજી આપની હરિ, મૂર્તિ પળ ન ભુલાય...૭૩ સુપ્રિમ પાવર મારા નાથજી, તમે મારા પિયુ પ્રીતમ; માગું છું તમ પાસે વાલમા, એક જ તમને પુરુષોત્તમ...૭૪ સર્વકર્તા શ્રીજી એક હો, દૂજો ન દેખ્યો કોઈ; સબકે માલિક આપ હો, ઔર નહિ હૈ કોઈ...૭૫
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025