મુખ્ય સામગ્રી પર જાઓ

ભૂલી ગયો ભગવાનને રે ગયું જોબન બાળ

ભૂલી ગયો ભગવાનને રે, ગયું જોબન બાળ;
         આવ્યું બુઢાપણ અંગમાં, હાંરે કેડ્યે આવે છે કાળ. ભૂલી૦ ૧
ઘરના માણસ જાણે ઘેલડો રે, કોઇ માને ન વાત;
         અકલ ઘટી ને વધી આપદા, હાંરે કે'દિ મરશે કુજાત.ભૂલી૦ ર
મનમાં અતિ ધન ધાંખડી રે, વાલા વિષે વિકાર;
         આડાબોલો ને અફીણીયો, હાંરે દુઃખ પામે અપાર.ભૂલી૦ ૩
શરીરનું ચામડું સુકું થયુ રે, થયો અંધ બધિર;
         દેવાનંદ કહે હરિ ના ભજ્યો, હાંરે બહુનામી બળવીર.ભૂલી૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
દેવાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
www.swaminarayankirtan.org © 2026