મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રભુ ભજી લેને પ્રાણીયાં રે ધનદોલત ને નાર્ય

પ્રભુ ભજી લેને પ્રાણીયાં રે, ધનદોલત ને નાર્ય;
         અંતે તજી જાવું એકલા, હાંરે સગાં કુટુંબ સંસાર. પ્રભુ૦ ૧
જેણે ભજ્યા જગદીશને રે, ભવ પામ્યાં તે પાર;
         એને વિસારીને આથડે, હાંરે, ગોથાં ખાવે ગમાર. પ્રભુ૦ ર
લખ ચોરાશી જાત્યના રે, આવે દેહ અપાર;
         જનમ મરણ ગર્ભવાસમાં, હાંરે, દુઃખ વારમવાર. પ્રભુ૦ ૩
વૈદ્ય કોટિ વાંસે ફરે રે, કરે ઔષધ અનેક;
         રંચ ન ટાળે રોગને, હાંરે દેવાનંદ કે વિવેક, પ્રભુ૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
દેવાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
www.swaminarayankirtan.org © 2026