મુખ્ય સામગ્રી પર જાઓ

આ મારા હરિનો મહિમા સ્નેહે સાંભળતાં

આ મારા હરિનો મહિમા સ્નેહે સાંભળતાં;
          આનંદ ઉપજ્યો છે મને ભારીરે....  આજે આ મારા... ટેક.
અનાદિ અપાર તેજોમય ધામ વાસી રે;
         કોટિ કોટિ વિશ્વના વિહારી રે.......  આજે આ મારા. || ૧ ||
તેજના સમુહ મધ્યે દિવ્ય છબી છાજે રે;
         સનાતન મૂર્તિ સુખકારી રે... આજે આ મારા. || ૨ ||
દીન દયાળુ પ્રભુ દયા દિલ ધારી રે;
         અવની પધાર્યા અવતારી રે...  આજે આ મારા. || ૩ ||
નારાયણદાસના તો નાથ નિયંતા રે;
         જેને વખાણે વેદ ચારી રે...  આજે આ મારા. || ૪ ||
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026