મુખ્ય સામગ્રી પર જાઓ

ગયા દીન દુઃખના મારા શ્રીજીને સમરતાં

ગયા દીન દુઃખના મારા શ્રીજીને સમરતાં;
          બળતાં બચાવ્યાં બહુનામી રે... વારી ગયા.ટેક.
નિશદિન નામ જપું નાથ તમારૂ રે;
          અન્ય ઉપાધી સહુ વામી રે.... વારી ગયા.૧
પ્રૌઢ પ્રતાપ મારા પ્રભુજીનો પેખી રે;
          ભક્તિ અંતરમાં દ્રઢ જામી રે... વારી..ગયા.૨
નથી હવે પરવા મારે વિમુખ જનોની રે;
          સમર્થ ધર્યા શિર સ્વામી રે.. વારી ગયા.૩
નારાયણદાસ કહે હવે નથી બાકી રે;
          પ્રગટ પુરુષોત્તમ વર પામી રે... વારી ગયા.૪

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026