મુખ્ય સામગ્રી પર જાઓ

વાલે સત્સંગ વધાર્યો શિરોમણીરે, દેશોદેશ ઘેર ગુણ ગાય

 વાલે સત્સંગ વધાર્યો શિરોમણીરે, દેશોદેશ ઘેર ગુણ ગાય;
 સુખ શાન્તિ સદા સત્સંગમાંરે.
          સુખનિધી સમૈયા બાંધિયારે, સંઘ આવે ને ભિડ બહુ થાય.૧
 સંત સાચા શિરોમણી શોભાતારે, સત્સંગી તણો નહિ પાર;
          નિયમ ધારીને ધર્મ રૂડો પાળતારે, નથી ચુકતા ટેક લગાર.૧
 ધર્મ સેતુ બાંધી ધર્મ લાલજીરે, કરી કામ ક્રોધ લોભનો ત્યાગ;
          જ્ઞાન ભક્તિ વૈરાગ્ય દ્રઢ જોઇનેરે, નથી માયાને પેસવાનો માર્ગ.૩
 મોટાં મંદિર કરીને દેવ સ્થાપિયારે, સહુ દર્શન કરે નરનાર;
          મળ્યા નારણદાસના નાથજીરે, આજ ઉતરીયા ભવજળ પાર.૪

 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026