મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અવસર અધિક રૂડો આવીયોરે

આજ અવસર અધિક રૂડો આવીયોરે,
મળ્યા શ્રીજી મહારાજ ભગવાન, ભલા થઇને ભજો ભગવાનને રે;
          એક પલનો ઉધારો ન રાખશો રે, ઝટ ધારો વીરા વર્તમાન...ભલા૦ ૧
આજ ઉદય થયાં પુણ્ય આપણારે, મળ્યા સર્વોપરી મહારજ;
         જેણે અર્થે અવતાર ધર્યો આપણેરે, તે તો સફળ થયાં સહુ કાજ...ભલા૦ ૨
ઘણાં દર્શન દીધાં નિજ દાસનેરે, ઘણા પાવન કીધાં નરનાર;
         ઘણાં સુખડા આપ્યાં અલબેલડેરે, ઘણા કષ્ટો કાપ્યાં કરતાર...ભલા૦ ૩
ગુન્હા ગણતાં નથી ઘનશ્યામજીરે, નથી જોતાં એ જાત કુજાત;
         મળ્યા નારણદાસના નાથજી, વાલો પ્રગટ પ્રભુ સાક્ષાત...ભલા૦  ૪

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026