મુખ્ય સામગ્રી પર જાઓ

આ છપૈયાપુરથી સંચર્યા, અવતારી રે

આ છપૈયાપુરથી સંચર્યા, અવતારી રે; વાલો આવ્યા છે ગઢડામાંય, ગિરિવરધારી રે...ટેક...
દાદાખાચરના દરબારમાં-અવ૦, ઘણું રમ્યા જમ્યા જગરાય-ગિરિ૦ ૧ ત્યાંથી તે સ્વામી સીધાવિયા-અવ૦, જઈ કીધો જૂનાગઢ વાસ-ગિરિ૦; સંતોને લાડ લડાવિયા-અવ૦, હરિભક્તોની પૂરી છે આશ-ગિરિ૦ ૨ ત્યાંથી તે પ્રભુ પધારિયા-અવ૦, વાલો આવ્યા છે અમદાવાદ-ગિરિ૦; નરનારાયણ સ્થાપિયા-અવ૦, તે અંતરમાં રાખવા યાદ-ગિરિ૦ ૩ ત્યાંથી તે વાલો વિચર્યા-અવ૦, જઈ વસ્યા જયતલપુર ધામ-ગિરિ૦; જગન કીધો જગના પતિ-અવ૦, સુખકારી સદા ઘનશ્યામ-ગિરિ૦ ૪ ત્યાંથી ચતુરવર ચાલિયા-અવ૦, આવી કીધો છે વડતાલે વાસ-ગિરિ૦; રંગ રમ્યા રળિયામણો-અવ૦, ગુણ ગાવે નારાયણદાસ-ગિરિ૦ ૫

 

 

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026