મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રીજી મહારાજ ભલે આવીયા વડતાલે રે

શ્રીજી મહારાજ ભલે આવીયા વડતાલે રે
         બેઠા સભા રચી સુખધામ ગોમતી પાળેરે.ટેક.
આનંદ રસ વરસાવિયો વડતાલેરે પુરુષોત્તમ પૂરણકામ.ગો.
         સમૈયે સંઘ ભરાય છે વડતાલેરે ગોમતીમાં નાવા જાય.ગો.
લક્ષ્મીનારાયણ દેવનાં વડતાલેરે કરી દર્શન મન હરખાય.ગો.
         હરિ હરિજનના સંગમાં વડતાલેરે વાલો રમ્યા વસંતનો રંગ.ગો.
પિચકારી લઇ પ્રેમથી વડતાલેરે વાલે ભીજ્યાં છે ભક્તોનાં અંગ.ગો.
         રમણ રેતી રસિયે કરી વડતાલેરે વાલો હર્યા ફર્યા ફૂલ બાગ.ગો.
નારાયણદાસનો નાથજી વડતાલેરે હરિભક્તોને ભજવા લાગ.ગો.

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
સ્વરકાર : ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નારાયણદાસજી
પ્રસંગ :
રંગ
સ્થળ :
ગોમતી
www.swaminarayankirtan.org © 2026