મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અલબેલે આનંદ ઘણો આપીયો

આજ અલબેલે આનંદ ઘણો આપીયો;
          વાલે મહેર કરીને મહારાજ...અલબેલે૦ ટેક
વાલે દયારે કરીને દર્શન દીધલાં;
          વા’લે સાર્યા મારાં સરવે કાજ...અલબેલે૦ ૧
વા’લે કાપ્યાંરે દુઃખ બહુ દિનનાં;
         વા’લે આપ્યાંરે સુખ અપાર...અલબેલે૦ ૨
ધન્ય ધન્ય રે દહાડો મારે આજનો;
         ધન્ય પામીરે ધર્મકુમાર...અલબેલે૦ ૩
પેલા દુર્જન દેખીને છોને દાઝતા;
         તેનો નથી મારે સંશય ને શોક...અલબેલે૦ ૪
શિર જાતાંરે છોડું નહિ શ્યામને;
         છોને કુટી મરે કુબુદ્ધિ લોક...અલબેલે૦ ૫
મને મોહન મલ્યા ને મન માનીયું મારૂં;
         અંતર શીતળ થયું આજ...અલબેલે૦ ૬
મલ્યા નારાયણદાસનો નાથજી;
         મારી રહીરે લાખેણી લાજ...અલબેલે૦ ૭

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026